અમરેલી14 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લામાં નાના-મોટા અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે આજે રાજુલાના બાયપાસ રોડ ઉપર ઘાતરવડી ડેમની સામે ઢાળ ચડતી વખતે કન્ટેનર પલટી મારી ગયું હતું. જેના કારણે કન્ટેનરના બે ભાગ થયા હતા. જેથી ખૂબ મોટું નુકસાન ગયું છે. જોકે, આ ઘટનામાં કન્ટેનર ચાલકનો આબાદ બચાવ થયો છે.
અધવચ્ચે રોડ ઉપરથી કન્ટેનર પાછું આવ્યું અને બાજુમાં પલટી મારી ગયું હતું જેના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને લઈ પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
ભારે વાહનો બે ફામ દોડી રહ્યા છે
નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે સહિત વિસ્તારમાં ભારે વાહનો બેફામ રીતે દોડી રહ્યા છે, નિયમ કરતા વધુ મટીરયલ ભરતા હોવાને કારણે અકસ્માતની ઘટનાઓ વધતી હોય શકે છે, ત્યારે જિલ્લા ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ.વિભાગ દ્વારા ટ્રકો બસ સહિત ભારે વાહનો અને ખાનગી વાહનોનું ચેકીંગ કરવામાં આવે તો નાના મોટા અકસ્માતની ઘટનાઓ ઘટી શકે તેમ છે.