ગરબાડાના ત્રણ વર્ષ જૂના ચકચારી કેસમાં દાહોદની સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો | Court sentences death sentence to maternal uncle who raped and killed six-year-old innocent family sister-in-law in Garbada | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Court Sentences Death Sentence To Maternal Uncle Who Raped And Killed Six year old Innocent Family Sister in law In Garbada

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ કોર્ટે રેપ વીથ મર્ડર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.જેમાં વર્ષ 2020માં કૌટુંબિક મામાએ છ વર્ષીય માસૂમ ભાણી ઉપર દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કેસ આજરોજ દાહોદની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા આરોપીને ફાંસીની સજા ફટકારતા સન્નાટો છવાઈ ગયો હતો.

દુષ્કર્મ ગુજારી હત્યા કરી લાશ ઝાડી ઝાંખરામા ફેંકી દીધી
દાહોદ જિલ્લાના ગરબાડામાં શૈલેષભાઈ નરસિંહભાઈ માવીએ જ પોતાની છ વર્ષીય કૌટુંબિક ભાણીનું વર્ષ 2020મા અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યુ હતુ.ત્યાર બાદ પુરાવાનો નાશ કરવા માટે બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને આ બાળકીની લાશને નજીકના જંગલ જેવા વિસ્તારના ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી.ગરબાડા પોલીસે આ નરાધમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વિવિધ તપાસ અને પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામા આવી હતી.

વિવિધ ગુનામા જુદી જુદી સજા ફટકારી
આ કેસ દાહોદની કોર્ટમાં ચલાવવામા આવ્યો હતો.ત્યારે ત્રણ વર્ષના સમય બાદ ખરેખર મૃતક બાળકીને ન્યાય મળ્યો હોય તેવો આજ રોજ ચુકાદો આવ્યો હતો.જેમાં દાહોદની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સી.કે. ચૌહાણ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.જેમાં આરોપી શૈલેષ માવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી તે ઉપરાંત આરોપીને 363 માં સાત વર્ષની સજા અને દંડ કરવામાં આવ્યો છે. 302 ના ગુનામાં અને પોકસો એક્ટના ગુનામાં આજીવન કેદની અંતિમ શ્વાસ સુધીની સજા તેમ જ દંડ ફટકારવામાં આવ્યો હતો અને પોક્સો એક્ટની કલમ છ મુજબ મૃત્યુ દંડ ની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.

મિત્રની પત્નીને સળગાવવાના ગુનામા જેલમાંથી જામીન પર છૂટ્યો હતો
આરોપી શૈલેષ માવી 2018ની સાલમાં મિત્રની પત્નીને સળગાવી દેવામાં શૈલેષ આઠ માસ પહેલા જામીન પર છૂટ્યો હતો. ત્યારબાદ પોતાની જ માસુમ ભાણેજ સાથે તેને દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. વર્ષ 2018માં પોતાની એક મિત્રની સાથે મળીને મિત્રની પત્નીને બંને ભેગા મળી સળગાવી દેતા પોલીસે બંનેની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. આ કેસમાં જે તે સમયે શૈલેષ 8 માસ પહેલા જામીન પર છૂટી ઘરે આવ્યો હતો.

પોતે કશું ન જાણતો હોવાનો ડોળ કરી શોધખોળમા જોતરાયો હતો
ગરબાડા ગામે છ વર્ષની માસુમ બાળકીને પિખી નાખનાર કુટુંબી મામો ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાના બચાવ માટે ગુમ થયેલી બાળકીની શોધખોળમાં લાગી ગયો હતો. આ રીતે પોતે કશું જ જાણતો ન હોવાનું કામ લોકો સમક્ષ ડોળ કરતો હતો. આખરે પોલીસે લાલ આંખ કરતા ગુનો કબૂલ્યો હતો.

90 થી વધારે દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા
આરોપી સામે તપાસના અંતે તપાસ કરતા અધિકારીએ ચાર્જશીટ રજૂ કરતા જજ સી.કે. ચૌહાણ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો જેમાં 28 જેટલા મૌખિક સાહેદો તપાસવામાં આવ્યા હતા તેમજ 94 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ફરિયાદ પક્ષ દ્વારા આરોપીની સંડોવણી પુરવાર કરવામાં આવી હતી. આખા કેસમાં કોઈપણ સાહેદને ફરી ગયેલ સાબિત કરવામાં આવ્યો ન હતો. તમામ સાહેદોએ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું હતું. મેડિકલ ઓફિસર, એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ, સાયન્ટિફિકલી ઓફિસર તેઓના પુરાવા ખૂબ જ મહત્વના રહ્યા હતા.

Previous Post Next Post