CP ઓફિસ બહાર ટીમ મિટિંગ ટાણે હાથની નશ કાપેલો યુવક પડ્યો હતો, ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે પોલીસવાનમાં હોસ્પિટલ ખસેડ્યો | A young man with a cut hand fell outside the CP office after a T-meeting, Chaitanya Mandlik of DCP Crime showed humanity and shifted him to the hospital in a police van. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Young Man With A Cut Hand Fell Outside The CP Office After A T meeting, Chaitanya Mandlik Of DCP Crime Showed Humanity And Shifted Him To The Hospital In A Police Van.

અમદાવાદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી પાસે સાંજે એક યુવક બૂમો પાડતો પાડતો દરવાજા પર આવીને ફટકાયો હતો. હાથમાંથી લોહીની પિચકારીઓ છૂટી રહી હતી. લોકો મદદ કરવા પ્રયાસ કરી રહ્યા હતા. આ સમયે જ પોલીસ કમિશનર કચેરીમાં ટીમ મિટિંગ માટે અલગ અલગ અધિકારીઓ પણ આવી રહ્યા હતા. કેટલાક અધિકારીઓ બારીમાંથી જોઈને કહેતા હતા કે બહુ ખરાબ થયું પણ કોઈએ શું થયું તે જાણવાનો પ્રયાસ કર્યો ન હતો. તે સમયે જ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ત્યાં પહોંચ્યા હતા અને તેમણે તાત્કાલિક આવીને પોલીસને સૂચના આપી યુવકને હોસ્પિટલ માટે પોલીસની જીપની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસ અધિકારી તરીકે એક માનવતાવાદી અભિગમ અપનાવતા પોલીસ કર્મચારીઓ પણ ખુશ થઈ ગયા હતા.

યુવકના હાથની નસ તીક્ષ્ણ હથિયારથી કપાઈ હતી
શાહીબાગ પોલીસ કમિશનર કચેરીની બહાર આજે 30 વર્ષનો આશાસ્પદ યુવક અચાનક પોતાના હાથમાં છરી જેવું હથિયાર મારી દીધું હતું. જેના કારણે તેના હાથમાંથી લોહીની પિચકારી નીકળી ગઈ હતી. જોરજોરથી બૂમો પાડતો પાડતો આ યુવક પોલીસ કમિશનર કચેરીના ગેટ ઉપર જઈને ફસાઈ પડ્યો હતો. આ સમગ્ર દ્રશ્યો આસપાસ ઉભેલા પોલીસ કર્મચારીઓ જોઈ રહ્યા હતા. પોલીસ કર્મચારીઓએ પણ બનતો તમામ પ્રયાસ કર્યા હતા, આસપાસ જતા લોકોએ પોતાનો રૂમાલ આપ્યો અને હાથ પરથી નીકળતું લોહી રોકવા માટે પ્રયાસ કર્યો હતો.

108ને ફોન કરાયા પણ મોડું થતું જતું હતું
બીજી તરફ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ અને અન્ય પોલીસ કર્મચારીઓએ 108ને વારે ઘડીએ ફોન કર્યા પણ ઘણો સમય વીતતો ગયો હતો. યુવક ચીચીયારીઓ પાડી રહ્યો હતો, ત્યારે આ સમયે જ કમિશનર કચેરીમાં આઇપીએસ અધિકારીઓની ટીમ મિટિંગ હતી. જેમાં અલગ અલગ અધિકારીઓ આવી રહ્યા હતા. ગેટ ઉપર જ પડેલા આ વ્યક્તિને જોઈને ઘણાં આઇપીએસ અધિકારીઓ ગાડીમાં બેઠાં-બેઠાં અરે રે એવું કહીને જતા રહ્યા હતા, ત્યારે આ જ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક ત્યાં પહોંચ્યા હતા.

DCPના આદેશથી સારવારાર્થે યુવકને ખસેડાયો
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે ત્યાં હાજર તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક આ યુવકની મદદ કરવા માટે જણાવ્યું હતું . પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક પોલીસ જીપમાં એને નાખીને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી હતી. આ પહેલાં પણ અનેક અધિકારીઓ નીકળ્યા હતા .જેમણે આ વહેલા કરવાની જરૂર હતી.પરંતુ આ અધિકારીએ આ પ્રકારની વર્તણૂક કરતા લોકો ખૂબ ખુશ થઈ ગયા હતા અને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા.

યુવક કોઈ યુવતી સાથે ફોન પર વાત કરતો હતો
આશરે 30 મિનિટ સુધી આ યુવક કમિશનર કચેરીના ગેટ ઉપર જ પડ્યો રહ્યો હતો, તે સમયે છેલ્લે છેલ્લે યુવક કોઈ યુવતી સાથે વાત કરતો હતો અને એના પરિવાર પરેશાન કરતા હતા તેવી વાત કરતો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવાયો છે.

Previous Post Next Post