સીઆર પાટીલે નેતાઓને અધિકારીઓ કે કર્મચારીઓની બદલીમાં ના પડવા સુચના આપી, કોર્પોરેટરની પણ ચિંતન શિબિર યોજાઈ શકે છે | CR Patil advised the leaders not to get involved in the transfer of officers or employees, thinking camp can also be held for corporators | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • CR Patil Advised The Leaders Not To Get Involved In The Transfer Of Officers Or Employees, Thinking Camp Can Also Be Held For Corporators

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરત ખાતે યોજાયેલી 8 મનપાના સંગઠનના નેતાની શિબિરમાં પાટીલે એક ખાસ વાત પર ટકોર કરી હતી જેમાં અધિકારીઓ કે કર્મચારીઓની બદલીમાં ના પડવા માટે સુચના આપવામાં આવી હતી. સામાન્ય રીતે કિસ્સા બનતા હોય છે કે અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ક્યારેક તાલમેલ નથી જળવાતો. ત્યારે આવા કિસ્સામાં ચૂંટાયેલી પાંખ દ્વારા અધિકારીઓની બદલી કરવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે આવી મળેલી ફરિયાદને આધારે પાટીલે શિબિરમાં હાજર નેતાઓને આવી પ્રવૃત્તિથી દૂર રહેવા ટકોર કરી હતી.

કોર્પોરેટરની પણ ચિંતન શિબિર યોજાઈ શકે છે
રાજ્યની ૮ મનપાના પદાધિકારીઓની યોજાયેલી બેઠક બાદ હવે આગામી સમયમાં તમામ મનપાના કોર્પોરેટરની પણ ચિંતન શિબિર યોજાઈ શકે છે તેવી શક્યતા છે. સંગઠનને જે રીતે જાણકારી અને માહિતી મળે છે તે પ્રમાણે કોર્પોરેટર પણ ક્યારેક હુંસાતુસી કરતાં હોય છે, વાદ-વિવાદમાં પડતા હોય છે ત્યારે આ બધી પ્રવૃત્તિઓથી દૂર રહી અને વિકાસના કામમાં ધ્યાન આપી શકે તે માટે માર્ગદર્શન આપતી શિબિર નું આયોજન આગામી સમયમાં કરવામાં આવી શકે છે.

Previous Post Next Post