આણંદમાં ક્રિકેટ સટોડિયો ઝડપાયો , યુઝર આઈડી કનેક્શન દુબઈનું નીકળ્યું, શહેર પોલીસે આઠ શખસ સામે ગુનો નોંધ્યો | Cricket studio caught in Anand, user ID connection turned out to be Dubai, city police registers case against eight people | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Cricket Studio Caught In Anand, User ID Connection Turned Out To Be Dubai, City Police Registers Case Against Eight People

આણંદ7 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

આણંદ શહેર પોલીસે સો ફુટ રોડ ઇન્દિરા સ્ટેચ્યુ પાસેથી પકડી પાડેલા શખસની તપાસમાં તે ક્રિકેટ મેચનો ઓનલાઇન સટ્ટો રમાડતો હોવાનું ખુલ્યું હતું. જેના મોબાઇલમાં દુબઇના શખસનું પણ આઈડી મળી આવ્યું હતું. આથી, પોલીસે કાર્યવાહી કરતા કુલ આઠ શખસ સામે ગુનો નોંધ્યો હતો.

આણંદ શહેર પોલીસની ટીમને બાતમી મળી હતી કે, અમીત વિમલકુમાર ભાટીયા નામનો શખસ સો ફુટ રોડ પર ઇન્દીરા સ્ટેચ્યુ નજીક દેસાઇ કોર્નર નામની દુકાનની બહાર ઓટલા પર ઉભો છે, આ શખસ હાલમાં ચાલતી આઈપીએલ ક્રિકેટ મેચ પર મોબાઇલ મારફત ઓનલાઇન સટ્ટો રમી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી 15મી મે,23ના રોજ બપોરના સુમારે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્થળ પરથી શંકાસ્પદ શખસ મળી આવ્યો હતો. જેની પુછપરછ કરતાં તે અમીત વિમલકુમાર ભાટીયા (રહે.40, રાજદીપ કોમ્પ્લેક્સ, આણંદ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેનો મોબાઇલ કબજે લઇ તપાસ કરતાં ક્રિકેટ મેચ પર વેબસાઇટ આઈડી દ્વારા સટ્ટો રમી રહ્યો હતો. જેમાં રૂ.22,67,754 બેલેન્સ લખેલું હતું. જ્યારે વધુ તપાસ કરતાં ગ્રાહકોના આઈડી મળી આવ્યાં હતાં.

આ આઈડી અંગે પુછપરછ કરતાં અમીતે જણાવ્યું હતું કે, મારે પૈસાની જરૂરિયાત હોય એટલે હાલમાં ચાલતી આઈપીએલ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમવા માટે મારા મિત્ર દર્શી પ્રજાપતિ (રહે.નાની ખોડીયાર, આણંદ, હાલ રહે. કેનેડા)એ તેના સગા સંબંધી મોહન પ્રજાપતિ (રહે.જુનાગઢ)નો સંપર્ક કરાવ્યો હતો. તેઓએ પ્રકાશ ઉર્ફે પકા પટેલ (રહે. જુનાગઢ)નો સંપર્ક કરાવ્યો હતો. ક્રિકેટ સટ્ટો રમવા માટે વોટ્સએપ કોલ કરી માસ્ટર આઈડી મેળવ્યું હતું. હું તેમને હારજીતના પૈસા આર.કે. આંગડીયામાં મોકલતો હતો. આથી, પોલીસે મોબાઇલ, રોકડ સહિત કુલ રૂ.6070નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અમીત વિમલકુમાર ભાટીયા, આશીષ ઉર્ફે આશુ વાલા, ભરત દુબઇ, હિમાંશુ ગોસાઇ, જનાર્દન જે.ડી., મોહસીન દૂધવાલા, શૈલેષ દેસાઇ, પ્રકાશ ઉર્ફે પકા પટેલ સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.

Previous Post Next Post