ડીડીઓએ કહ્યું- ઉમેદવારો માટે પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી | DDO said- facilities including drinking water were made available for the candidates | Times Of Ahmedabad

છોટા ઉદેપુર4 કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા આવતીકાલે યોજાનાર તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી હોવાનું જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંગે જણાવ્યું હતું.

આવતીકાલે તા. 7મેના રોજ ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષાની તમામ તૈયારીઓ છોટા ઉદેપુર જિલ્લામાં પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષાની તૈયારીઓ અંગે માહિતી આપતા ડીડીઓ ગંગાસિંગે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. પરીક્ષા આપવા આવનાર તમામ ઉમેદવારો માટે પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પરીક્ષામાં પોલીસ વિભાગના 270 અને જિલ્લા કક્ષાના મહેલો મહેસુલી પંચાયતી તથા અન્ય વિભાગોના 1139 અધિકારી કર્મચારીઓ પરીક્ષા રૂપી મહાયજ્ઞમાં જોડાશે. બોર્ડના પ્રતિનિધિ 28, સીસીટીવી ઓબઝર્વર 30, ઈવિઝીલેટર 300, સુપરવાઇઝર 100, રૂટ સુપરવાઈઝર 9, આસિસ્ટન્ટ રૂટ સુપરવાઇઝર 9, નાયબ કો ઓર્ડીનેટર 6, કોઓર્ડીનેટર જનરલ 3, સ્ટ્રૌગ રૂમ કંટ્રોલર 1, પરીક્ષામાં વીજ પુરવઠો અવિરતપણે જળવાઈ રહે તે માટે એમજીવીસીએલ સાથે સંકલનમાં રહીને વ્યવસ્થા કરવામાં આવી છે.

પરીક્ષામાં ઉમેદવારોને પરિવહનમાં સરળતા રહે તેવા શુભ આસયથી ગુજરાત એસટી દ્વારા વધુ બસો દોડાવવામાં આવનાર છે. પરીક્ષા માટે ઉમેદવારોનું પોતાનું પરીક્ષા કેન્દ્ર શોધવામાં સરળ રહે તે હેતુથી તેમજ તેઓને પરીક્ષાલક્ષી અન્ય કોઈ માહિતીની જરૂરિયાત હોય તો તેવા ઉમેદવારોને માહિતી પૂરી પાડી શકાય અને માર્ગદર્શન આપી શકાય તે માટે જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતે હેલ્પલાઇન નંબર 02669 29 6210 શરૂ કરવામાં આવેલ છે.