ઊંઝાના ઉનાવા ખાતે ફકીર સમાજના યુવકની હત્યાને લઇ આરોપીઓ સામે ગુજસીટોકની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માગ | Demand for action against the accused under the section of Gujcitok regarding the murder of a youth of Fakir community at Unawa, Unjha. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Demand For Action Against The Accused Under The Section Of Gujcitok Regarding The Murder Of A Youth Of Fakir Community At Unawa, Unjha.

મહેસાણા6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે છ વર્ષ પૂર્વે પઠાણો સાથે સૈયદોને ઝઘડો થયેલ જેના સમર્થનમાં ઉભા રહેલા ફકીર સમાજના યુવક ઉપર તેની અદાવત રાખીને કેટલાક ઈસમોએ રાત્રીના સમયે હુમલો કરી માર મારતા મોત થયું હતું. જેથી પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. જે મુદ્દે ફકીર સમાજના આગેવાન સૂફી સંત આમીન અલી શાહ મલંગ દ્વારા મૃતક પરિવારને યોગ્ય ન્યાય મળે તે મુદ્દે પોલીસ અધિકારીને યોગ્ય તપાસ કરી ગુનેગારોને સજા મળે તેવી માંગ સાથે આવેદનપત્ર પોલીસ અધિકારીને પાઠવ્યું હતું. આવેદનપત્ર સ્વીકાર કરતા અધિકારીએ યોગ્ય તાપસ કરવાનો દિલાસો આપ્યો હતો.

આ અંગે આમીન અલી શાહ મલંગે કૃત્યને વખોડી કાઢતા જણાવ્યું હતું કે, ફકીર સમાજનો યુવક જાફર શાહ ઉર્ફે ઈમ્તિયાઝ શાહ તા 26 /05/2023ના રોજ સાહિલ હોટલ પાસે ઉભો હતો, ત્યારે છ વર્ષ પૂર્વે પઠાણો સાથે સૈયદોને ઝઘડો થયેલો તેની અદાવતમાં કેટલાક ઈસમો દ્વારા માર મારી તેના હત્યા કરી નાખી હતી. જે અંગેની મૃતકના પરિવાર તરફથી પોલીસ મથકે નામજોગ ફરીયાદ નોંધાઇ છે. મૃતકના પરિવારને ન્યાય મળે તે મુદ્દે યોગ્ય તપાસ કરી ગુનેગારોને સજા થાય તેવી માંગ સાથે પોલીસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.

આજે મહેસાણા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી અને વિસનગર ડિવિઝન ડી.વાય.એસ.પી ને લેખિતમાં રેલી સ્વરૂપ આવેદપત્ર આપી આરોપીઓને તાત્કાલિક ઝડપવા માંગ કરી છે. આ હત્યામાં સંડોવાયેલા અને કાવતરું ઘડનાર તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય, અને ફરાર થઇ ગયા હોય તો તેમના ઇનામ રાખી આખા ગુજરાતમાં વોટેન્ડના ફોટો લગાવવામાં આવે, હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પાસા અને ગુજસીટોક કાયદા અંતર્ગત કલમો સમાવેશ કરવામાં આવે, મરણ જનાર યુવકના પરિવારને પોલીસ સુરક્ષા આપવામાં આવે, હત્યા કરનારા આરોપીઓના ઘર, હોટેલ,ઓફિસ પર કોમ્બિગ કરી ઘાતક હથિયાર કબ્જે કરવામાં આવે સહિત અનેક માંગો કરવામાં આવી હતી.