સુરતના ડાયમંડ ઉદ્યોગપતિએ કહ્યું- 'ડાયમંડનો નાના પાયે વ્યાપાર કરતા ગુજરાતના વેપારીઓ પાસે નોટનો થપ્પો થશે' | A diamond businessman from Surat said: Gujarat traders doing small-scale diamond business will be slapped with notes. | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. ત્યારે આ મામલે વેપારી વર્ગ પ્રતિસાદ મળી રહ્યો છે. સુરતના વેપારીઓના મતે જે લોકો નેટ બેન્કિંગ અથવા તો ચેકથી ટ્રાન્સેક્શન કરે છે. તેમને આ નિર્ણયથી કોઈ તકલીફ નહિ થાય પરંતુ દૈનિક નાણાંકીય વ્યાપાર કરતા લોકોને ચોક્કસ પણે મુશ્કેલી ઉત્ત્પન્ન થશે તેવું તેમનું માનવું છે.

જરા પણ ટેન્શનની વાત નથી
આ અંગે સુરતના કાપડ વેપારી રાકેશ બબુશા બંશાલીએ જણાવ્યું હતું કે,સરકારના આ નિર્ણયથી અમારા વ્યવસાયને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે કારણ કે અમે દરેક દરેક ટ્રાન્જેક્શન ચેકથી અથવા ઓનલાઇન કરીએ છીએ. અને બિલ સાથે વ્યાપાર કરીએ છીએ એટલે આ નિર્ણય અમારા માટે કોઈ નુકસાનકર્તા નથી. નાગરિકોને તો અમે એટલું જ કહેશું કે કંઈ ચિંતા જેવું નથી અને વ્યાપારીઓ માટે તો જરા પણ ટેન્શનની વાત નથી

લોકો પરેશાન પણ ખૂબ જ થયા હતા
જયારે સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ,પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ દિનેશ નવડિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર અને RBI દ્વારા આજે 2000ની નોટ અંગે મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈપણ સરકાર પોતાના દેશના અર્થતંત્રના વિકાસ માટે નિરંતર કાર્ય કરતી હોય છે. સરકારના નિર્ણયો અર્થતંત્રને મજબૂત કરવા માટે જ હોય છે. તેના જ ભાગરૂપે 2016માં ભારત સરકારે 500 અને 1000ની નોટ બંધ કરી હતી અને નવી નોટનું ચલણ શરૂ થયું હતું. એ નિર્ણયને પગલે દેશમાં ખૂબ જ અફરાતફરી ફેલાઈ ગઈ હતી. લોકો પરેશાન પણ ખૂબ જ થયા હતા

નવું ચલણ માર્કેટમાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ જે 2,000ની નોટ અંગેનો નિર્ણય લેવાયો છે. તેમાં 30 સપ્ટેમ્બર 2023 સુધીની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત RBI દ્વારા દરેક બેંકને એવો આદેશ પણ કરવામાં આવ્યો છે કે 20,000ના જથ્થામાં લોકો દ્વારા જે નોટ જમા કરવામાં આવે તેને સ્વીકારી લેવી અને બદલામાં તેમને નવી નોટો આપવી. આ નિર્ણયને સમજીએ તો નોટનું આયુષ્ય ત્રણથી ચાર વર્ષ જેટલું હોય છે. 2017ની સાલમાં 2000ની નવી નોટ બજારમાં આવી. હવે તેને પાંચ વર્ષ પૂર્ણ થતા નવી પોલીસી દ્વારા નવું ચલણ માર્કેટમાં આવશે. તેવો રિઝર્વ બેન્કનો નિર્ણય છે.

ઘણી છૂટછાટ આપી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,પ્રથમ તો આ નિર્ણયના કારણે નાની મોટી ઘણી મુશ્કેલીઓ ઊભી થશે પરંતુ 2016માં લોકોએ જે હાલાકી ભોગવી તેવી સ્થિતિ અત્યારે નહીં ભોગવવી પડે, સરકારે 2000 ની નોટને જમા કરાવવા માટે ઘણી છૂટછાટ આપી છે. આ નિર્ણયના કારણે ખાસ કરીને નાના માણસો જે લોકો રોજનું રોજ કમાય છે તેમણે જો બચત સ્વરૂપે 2000ની નોટને સાચવી હોય તો એ લોકોને મુશ્કેલી ઊભી થઈ શકે છે.

ડાયમંડ ઇન્ડસ્ટ્રીની મુશ્કેલીઓ પણ વધશે
ખાસ તો ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો દૈનિક થતા નાના-નાના વ્યવહારો કરતા નાના વ્યાપારીઓને નાના વ્યાપાર કરતા ગુજરાતના વેપારીઓ પાસે નોટનો થપ્પો થશે. જેનો દૈનિક ઉપાડ બેંકમાંથી જ કરવામાં આવે છે તેમને પણ તકલીફ થઇ શકે છે. 2000ની નોટના આ નિર્ણયને પગલે આવા નાના વ્યવહારો કરતા લોકો પાસે 2000ની નોટ નો જથ્થો વધી જશે તેના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની થોડી મુશ્કેલીઓ પણ વધશે પરંતુ સરકારનું જે લક્ષ્ય છે. ભારતને સુપ્રીમ પાવર બનાવવા માટેની જે આપણી સૌની નેમ છે. એ નેમ ને સાકાર કરવા માટે થોડા આકરા નિર્ણયો પણ ક્યારેક સરકારને લેવા પડે છે.

કાપડના વેપારી નવીન બબુષા બેરે

કાપડના વેપારી નવીન બબુષા બેરે

આ પ્રકારની ઘણી હેરાફેરી થાય છે
આ મામલે કાપડના વેપારી નવીન બબુષા બેરે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી વેપારીઓને કોઈપણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન નહીં થાય પરંતુ જે લોકો ગેરકાયદેસર વ્યાપાર કરે છે તેમને ચોક્કસપણે મુશ્કેલી ઉત્પન્ન થઈ શકે છે. જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે. ચેક દ્વારા ટ્રાન્ઝેક્શન કરે છે. તેમને આ નિર્ણયથી કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી નહીં થાય જે લોકો માત્ર ને માત્ર નાણાકીય વ્યવહાર કરે છે તેમને આ નિર્ણયથી અસર થશે. અને મારી દ્રષ્ટિએ સરકારે આ પ્રકારના વ્યવહારોને અટકાવવા માટે જ 2000ની નોટ નો નિર્ણય લીધો હશે. આમ જોઈએ તો આ પ્રકારની ઘણી હેરાફેરી થાય છે અને તેને અટકાવવા માટે જ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોય એવું મને લાગી રહ્યું છે. બાકી સરકાર કોઈપણ વ્યક્તિને હેરાન કરવા નથી માંગતી તેવું મારું માનવું છે.

Previous Post Next Post