હત્યા કરીને ટાંકી ઉપર જઈ નાખે તેવું અઘરું,આપઘાત શક્ય | Difficult to kill and go over the tank, suicide possible | Times Of Ahmedabad

પાટણ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઇનમાંથી મળેલા અવશેષો ગુમ યુવતી લવીના જ હોવાની ઓળખ થયા બાદ આ વાત પણ લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. આ બનાવ આપઘાતનો છે. કોઈ કલ્પના પણ ના કરી શકે કે આ રીતે કોઈ આપઘાત કરી શકે છે. દિવ્ય ભાસ્કરે પાણી પુરવઠા વિભાગના નિવૃત ચીફ એન્જિનિયર ભરતભાઈ જોશી પાસેથી આ જાણવા પ્રયાસ કર્યો કે શું ટાંકીમાં પડવા અકસ્માતે મોત અથવા આપઘાત કરવાના ઈરાદે?

આત્મહત્યાનો બનાવ પ્રથમ વખત સાંભળ્યો
પાણી પુરવઠા વિભાગના ઉત્તર ગુજરાતના નિવૃત્ત ચીફ એન્જિનિયર ભરતભાઈ જોશી એ જણાવ્યું હતું કે તેમની નોકરી દરમિયાન પાણીની ઊંચી ટાંકીમાં એક બે અકસ્માત થયેલા છે પરંતુ આત્મહત્યાનો બનાવ પ્રથમ વખત સાંભળ્યો. પાણીની ટાંકીમાં માણસ ચડી જાય અને અંદર કૂદી જાય તરતા ન આવડતું હોય તો શહેરમાં પાણી સપ્લાય કરતી પાઇપ( આઉટલેટ ) 300 એમ એમ ડાયા ઉપરની હોય તો માણસ અંદર ઘુસી જાય અને ત્યાંથી નીચે ઉતરી સીધી 90 ડીગ્રી બેન્ડમાંથી મોટી પાઇપ હોય તો જ શરીર વળી જાય અને ઘણા દિવસ પછી આગળ વધે. વચ્ચે જો વાલ આવતો હોય તો ત્યાં અટકે અથવા તેનાથી ટુકડા થઈને આગળ વધે. એટલે પાણીની ટાંકીમાં અકસ્માત કે સુસાઇડ શક્ય છે.સિદ્ધપુરની ઘટનામાં અત્યારે ટાંકી ખાલી કરી હોય તો જોવાનું થાય કે નીચે ઉતરતી પાઇપનો ડાયા કેટલો છે. એક ફૂટ થી મોટો હોય તો શક્યતા પૂરેપૂરી છે.સિધ્ધપુર માં 400 થી 500 એમ.એમ ડાયા હશે.

મારી નાખીને ઉપર જઈને નાખે તેવું અઘરું છે
આપઘાતના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે અંધારું હોય અને સીડી રાઉન્ડમાં હોય એટલે ઉપર ચડવું ખૂબ અઘરું છે પરંતુ 25 વર્ષની ઉંમરની વ્યક્તિ ચડી શકે છે. ઉપર ઢાંકણું ન હોય તો સીધું કૂદી શકે છે. ઢાંકણું હોય તો પણ ખોલીને અંદર જઈ શકે છે.15 થી 20 ફૂટ અંદર પાણી હોય એટલે પાણીમાં ડૂબી જાય અને પાઇપમાં ફસાય તો જ નીચે ઉતરે એટલે સુસાઇડ શક્ય છે પરંતુ મારી નાખીને ઉપર જઈને નાખે તેવું અઘરું છે.કારણ કે સીડી એકદમ સ્પાઇરલ હોય એટલે ઉપર ન ચડી શકે . તેમની નોકરી દરમિયાન એક થી બે કિસ્સા બનેલા છે કે માણસ ટાંકી સાફ કરવા માટે ચડ્યો હોય અને સેફટી બેલ્ટ કે કંઈ ન બાંધ્યુ હોય તો પાઇપમાં ઉતરી જાય. અગાઉ હારીજમાં આવો એક કિસ્સો બન્યો હતો તેમાં પણ માણસ મરી ગયો હતો.- ભરત જોશી, નિવૃત્ત ચીફ એન્જિનિયર