દહેગામની કોલેજના ડાયરેકટરે મહિલાને નર્સિંગ કોર્ષની નકલી માર્કશીટ પધરાવી | The director of the college in Dehgam handed over the fake mark sheet of the nursing course to the woman | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • મહિલા પાસેથી દોઢ લાખ લઈ ઘરે બેઠા પરીક્ષાના પેપર લખાવ્યા હતા

દહેગામની શ્રીજી પેરામેડિકલ કોલેજના ડાયરેકટર રાકેશ પટેલ અને તેમના ભાગીદાર મૌલિક રામી વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં મહિલાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ મહિલાને સરકારી નોકરી માટે નર્સિંગનો કોર્સ કરવાનો હોવાથી રાકેશ પટેલે તેમને બેંગલોરની કોલેજમાં રૂ.3.50 લાખ લઈને એડમિશન અપાવ્યા બાદ રૂ.1.50 લાખ લઈને ઘરે બેઠા પરીક્ષાના પેપર લખાવ્યા હતા. જે બાદ તેમને નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ પધરાવ્યા હતા. નરોડામાં રહેતા શિલ્પાબહેન પંચાલને 2016માં દહેગામની શ્રીજી પેરામેડિકલ કોલેજના રાકેશભાઈનો સંપર્ક થયો હતો.

શિલ્પાબેનને સરકારી નોકરી માટે નર્સિંગનો કોર્સ કરવા રાકેશભાઈએ બેંગલોરની એક નિર્સંગ કોલેજમાં રૂ.3.50 લાખમાં એડમિશન અપાવ્યા બાદ દોઢ લાખ રૂપિયા લઈને પેપર તેમના ઘરે મોકલી આપી લખાવ્યાં હતા. આ રીતે શિલ્પાબહેને પરીક્ષા આપી હતી.

આ પરીક્ષા બાદ થોડા સમય પછી રાકેશભાઈ અને તેમના ભાગીદાર મૌલિક રામીએ શિલ્પાબહેનને બેંગલોરની કોલેજની માર્કશીટ અને સર્ટિફિકેટ આપ્યા હતા. આ સર્ટિફિકેટ અંગે શંકા જતા શિલ્પાબેને ખરાઈ કરાવી હતી. તેની તપાસમાં સામે આવ્યું કે આ તમામ ડોક્યુમેન્ટ નકલી છે. જેથી રાકેશભાઈને કહીને તેમણે આપેલા પૈસા પરત માગ્યા હતા, પરંતુ તેઓ પૈસા પરત ન આપતા શિલ્પાબેને બંને સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

Previous Post Next Post