Sunday, May 14, 2023

મુન્દ્રા એસટી બસ ડેપોમાં જાળવણીના સભાવે ગંદકી, સંકુલમાં તમામ પંખા બંધ હાલતમાં | Dirt due to maintenance in Mundra ST Bus Depot, all fans in the complex stopped | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પશ્વિમ કચ્છના પેરિસ ગણાતા મુન્દ્રામાં એસટીના મુસાફરો માટે બસ મથકમાં સુવિધાનો અભાવ હાલાકી સર્જી રહ્યો છે. બસ ડેપોના સંકુલમાં મોટા ભાગના પંખા બંધ હાલતમાં છે અને બાકીના પંખા કોઈએ ઉતારી લીધા છે, જેને લઈ હાલ પડી રહેલી સખત ગરમીમાં બસની રાહ જોતા પ્રવાસી વર્ગને બેસી રહેવામાં મુશ્કેલી પડી રહી છે. વાત કરવામાં આવે સફાઈની તો સ્વચ્છતાનું એક પણ ચિહ્ન અહીં જોવા મળતું નથી. લોકોનો દાવો છે કે બસ મથકના નવા સંકુલમાં હજુ સુધી જુના ટોયલેટ અમલમાં છે. જ્યાં કાયમ પારાવાર ગંદકી રહે છે. સંકુલ વિસ્તારમાં પણ ઠેર ઠેર કચરો ઉડતો દેખાય છે. આંતરરાષ્ટ્રીય પોર્ટ ધરાવતા મુન્દ્રા બસ મથકમાં યોગ્ય સુવિધા સુચારુ બને એવી લોકો માગ કરી રહ્યા છે.

આ વિશે મુન્દ્રાના સામાજિક કાર્યકર હકુમતસિંહ જાડેજાએ કહ્યું હતું કે એસટી બસ મથકમાં પંખાનો અને સ્વચ્છતાનો કાયમી અભાવ રહે છે. અહીંના જુના ટોયલેટનો ઉપયોગ કરવો લોકો માટે અસહ્ય બની જાય છે. ટોયલેટ અને આસપાસ દુર્ગંધ મારતા વાતવરણથી માહોલ અતિ ખરાબ બની રહે છે. તો ગંદકીના કારણે માખી-મચ્છરનો ઉપદ્રવ પણ લોકોને પીડા આપે છે. એસટી ડેપોની કચેરી આસપાસ પણ કચરાના ઢગ પડ્યા રહે છે. અલબત્ત સ્થાનિક લોકોની માગ છે કે એસટી તંત્ર દ્વારા સંકુલને સાફ અને સ્વચ્છ બનાવાય તે જરૂરી છે.

દરમિયાન પૂર્વ કચ્છના ભચાઉ બસ મથકમાં પણ આજ પ્રકારની પરિસ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. અહીં પણ એસટી બસ મથકમાં લગવાયેલા પંખા ગાયબ થઈ ગયા છે. નાના મોટા વાહનો બેરોકટોક સંકુલ અંદર આવનજાવન કરે છે અને મજા આવે ત્યાં પાર્ક કરે છે. અમુક સમય પહેલા રોમિયોગિરી થતી હોવાની ફરિયાદના પગલે પોલીસ બંદોબસ્તની માગ ઉઠી હતી પરંતુ અમલવારી થઈ શકી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બસ મથક આસપાસ અને સુધા ખાનગી અતિક્રમણ થઈ ગયું છે છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.