જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ, બાગાયતદારોને હાઈબ્રીડ શાકભાજી પાકોની ખેતી માટે વિનામૂલ્યે કીટ્સ અપાશે | District PC & PNDT Advisory Committee meeting held, horticulturists to be given free kits for cultivation of hybrid vegetable crops | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ…
મહિસાગર જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરમેન નિરુબા સોલંકીના અધ્યક્ષતામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સેક્સ રેશિયો એટ બર્થ અંગે, રીન્યુઅલ માટે ઓનલાઈન બેટી વધાઓ પોર્ટલ પર આવેલી અરજી અંગે રજીસ્ટર થયેલી હોસ્પિટલમાં નવા ઉમેરાયેલ ડોક્ટરોનું તેમજ રીમુવ થયેલ ડોકટરોની ચર્ચા, રજીસ્ટર થયેલ સંસ્થાના યું .એસ .જી મશીન ટ્રાન્સફર કર્યા અંગેની ચર્ચા વગેરે બાબતો અંગે ચર્ચા કરી જરૂરી કામગીરી કરવા અંગેની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર.પટેલ ,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જે.જે.પરમાર ,ગાયનેકોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ તથા સંબંધિત અમલીકરણ અધિકારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

હાઈબ્રીડ શાકભાજી પાકોની ખેતી માટે વિનામૂલ્યે કીટ્સ અપાશે…
સરકાર દ્વારા રાજ્યના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલી બનાવવામાં આવી છે. જે અન્વયે મહીસાગર જિલ્લાના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂત ખાતેદારો કે જેઓ હાઇબ્રીડ શાકભાજી પાકોની ખેતી કરતાં હોય તેમના માટે વર્ષ 2023-24માં સરકાર દ્વારા વિનામૂલ્યે શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઈનપુટ કીટ્સ આપવા સહાય આપવાની યોજના અમલમાં છે.

આ યોજના હેઠળ હાઇબ્રીડ શાકભાજી બિયારણના ઈનપુટ કિટનો લાભ લેવા માંગતા જીલ્લાના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોએ તેમની 7/12, 8-અ અને આધારકાર્ડની નકલ તથા જાતિ અંગેના સક્ષમ અધિકારીના દાખલાની નકલ સાથે મહીસાગર જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી,લુણાવાડા એ તાત્કાલિક સંપર્ક કરવા જિલ્લા નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.

હાઇબ્રીડ શાકભાજી બિયારણની ઈનપુટ કીટનો લાભ લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપવાનો હોવાથી ખેડૂતોને વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે.

Previous Post Next Post