સાહિત્યના વિદ્વાન પ્રોફેસર ડૉ.કપિલ કુમારને ડી.લીટ ની પદવી એનાયત કરવા મંજૂરી આપવામાં આવી | Dr. Kapil Kumar, a learned Professor of Literature, was allowed to confer the degree of D.Leet. | Times Of Ahmedabad
પાટણ9 મિનિટ પહેલા
- કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સાહિત્યના વિદ્વાન પ્રો.ડૉ.કપિલ કુમારને ડી.લીટની માનદ પદવી આપવા માટે સેનેટ સભામાં મંજૂરી આપવામાં આવી હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુરુવારે ભવન ખાતે કુલપતિની અધ્યક્ષતામાં સેનેટ સભ્યોની બેઠક મળી હતી.જેમાં સભ્ય શૈલેષ પટેલ દ્વારા સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પ્રો. ડૉ. કપિલ કુમાર જેમને દેશભરમાં 42 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રમાં સંકળાયેલા હોય તેમના માર્ગદર્શન નીચે 41 વિદ્યાર્થીઓએ પીએચડી અને 36 વિદ્યાર્થીઓ એમફિલની ડિગ્રી લીધી છે.
ઉપરાંત જવાહર લાલ નહેરુ વિશ્વવિદ્યાલય પૂર્વે ઉપ – કુલપતિ અને વિશ્વકોશના મુખ્ય સંપાદક હોય તેમને સન્માનિત કરવા માટે ડીલીટની પદવી આપવા બેઠકમાં ઠરાવ મૂકતા સર્વેનું મતે મંજૂરી આપવામાં આવી હતી.આ બેઠક 33 સભ્યો સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
Post a Comment