Saturday, May 13, 2023

માંગરોળના ખાનખેત્રાના યુવાન પર જૂની અદાવતના કારણે ગામના જ યુવકે છરી વડે કર્યો હુમલો | Due to an old enmity, a young man from the village attacked a young man from Khankhetra in Mangrol with a knife | Times Of Ahmedabad

જુનાગઢ6 કલાક પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ માંગરોળનાં માનખેત્રા ગામનાં 40 વર્ષીય યુવક કારાભાઇ માવદીયા પર તેના જ ગામનાં દેવરાજ સોમાભાઇ ગોહેલે છરી વડે ખુની હુમલો કરી હત્યાની કોશિશ કર્યાનો ગુન્હો માંગરોળ પોલીસે નોંધ્યો છે.ત્યારે આ યુવાનને ગીંભર ઇજા થતા તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતી અને આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.

40 વર્ષીય કારાભાઇ માવદીયાએ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી હતી જે કે તેમના ગામનાં દેવરાજ સોમાનાં પત્ની અને બાળકોની અગાઉ સાડા પાંચ વર્ષ પહેલા હત્યા હતી.જેને લઈ પોલીસે કારાભાઇ અને અન્ય લોકોને પુછપરછ માટે બોલાવ્યા ત્યારે બાળકોની હત્યા કારા માવદીયા વગેરે કરી હોવાની શંકા દેવરાજ સોમાભાઇ ગોહેલને હતી. આ બાબતનું મનદુઃખ રાખી માંગરોળ કેશોદ હાઇવે પર મોટર સાયકલમાં આવી દેવરાજ ગોહેલે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કારાભાઇ ને છાતી તેમજ જમણા હાથ અને પગ સહિત શરીરનાં અન્ય ભાગે ગંભીર ઇજા થતા લોહી લોહાણ થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા આસપાસના લોકોના ટોળા એકત્રિત થયા હતા અને તેમને પ્રથમ માંગરોળ અને બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવારમાં ખસેડવામાં આવેલ. આ અંગે માંગરોળનાં પીએસઆઇ એસ.એ.સોલંકીએ ફરિયાદ નોંધી દેવરાજ સોમા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તેને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.