- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Durbar Will Be Held In Pramuch Swami Shatabdi Mohotsav Ground Near Oganaj In Ahmedabad, Preparations For Holding Durbar At The New Place Have Started
અમદાવાદ37 મિનિટ પહેલા
- કૉપી લિંક
બાગેશ્વર ગામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં શક્તિ ચોક ખાતે દિવ્ય દરબાર યોજાવાનો હતો. પરંતુ આ કાર્યક્રમ સ્થળની જગ્યા ખૂબ જ નાની પડતી હોવાથી અવ્યવસ્થા સર્જાય તેવી શક્યતાને પગલે હવે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું કાર્યક્રમ સ્થળ બદલી નાખવામાં આવ્યું છે. સરદાર પટેલ રિંગરોડ પર ઓગણજ પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. તે જ મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે. નવા કાર્યક્રમ સ્થળ પર દરબાર યોજાવાની તૈયારીઓ આજ રાતથી જ શરૂ કરી દેવામાં આવી છે.
મોટી સંખ્યામાં લોકો દરબારમાં હાજર રહેશ
આયોજન સમિતિમાં રહેલા આચાર્ય પ્રમોદ મહારાજે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ચાણક્યપુરીના સેક્ટર 6માં આવેલા મેદાનમાં યોજાવવાનો હતો, પરંતુ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દરબારમાં હાજર રહેવાના છે અને મેદાન નાનું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. મોટી સંખ્યામાં લોકો આવે અને અવ્યવસ્થા ન સર્જાય તેના ભાગરૂપે હવે કાર્યક્રમ સ્થળ બદલીને ઓગણજ પાસે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો તે જ મેદાનમાં ખુલ્લા આકાશ નીચે દિવ્ય દરબાર યોજવામાં આવશે.
સુરતમાં બાબાના કથા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
દિવ્ય દરબારના કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવ્યું
દિવ્ય દરબારમાં હાજર રહેવા માટે હવે કોઈ પણ પ્રકારના પાસની સિસ્ટમ રાખવામાં આવી નથી. કોઈપણ વ્યક્તિ દિવ્ય દરબારમાં આવી શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ 29 અને 30 મે એમ બંને દિવસ ચાણક્યપુરી ખાતે તેમના માટે જે બંગલો બનાવવામાં આવ્યો છે તેમા જ રહેશે. માત્ર દિવ્ય દરબારના કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવ્યું છે. નવા કાર્યક્રમ સ્થળ ઉપર તમામ વ્યવસ્થા કરવાની તૈયારીઓ આજ રાતથી જ ચાલું કરી દેવામાં આવી છે અને 29 મેની બપોર સુધીમાં સુરતની જેમ આખું કાર્યક્રમ સ્થળ તૈયાર કરી દેવામાં આવશે.
ગઈકાલે નીલગિરિ ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર લાગ્યો હતો
પોલીસ અને આયોજકો વચ્ચે મોડી સાંજે બેઠક
પોલીસ અને દિવ્ય દરબારના આયોજકો વચ્ચે મોડી સાંજે બેઠક યોજાઇ હતી. જેમાં પોલીસ દ્વારા આયોજકોને જણાવવામાં આવ્યું હતું કે, આ ખૂબ જ નાની જગ્યા છે અને ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી અહીંયા અવ્યવસ્થા સર્જાશે. જેના પગલે આયોજકોને સમજાવટ બાદ આ સમગ્ર કાર્યક્રમના સ્થળને બદલવામાં આવ્યું છે.