લોકાર્પણ બાદ પણ ફાયર સ્ટેશન શરૂ નથી થયું, મેયર-ફાયર કમિટી અધ્યક્ષ અને સ્થાનિક કોર્પોરેટરોની વિઝીટ બાદ સફાળું જાગ્યું | Even after the launch, the fire station has not started. After the visit of Mayor-Fire Committee Chairman and local corporators, the fire department lost sleep. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Even After The Launch, The Fire Station Has Not Started. After The Visit Of Mayor Fire Committee Chairman And Local Corporators, The Fire Department Lost Sleep.

સુરત27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
લોકાર્પણ બાદ પણ ઉપયોગમાં ન લેવાતા મેયરે વિઝીટ લઈને અધિકારીઓને તતડાવ્યા - Divya Bhaskar

લોકાર્પણ બાદ પણ ઉપયોગમાં ન લેવાતા મેયરે વિઝીટ લઈને અધિકારીઓને તતડાવ્યા

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં 19 માર્ચના રોજ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં ખુલ્લા મુકાયેલા ડભોલી ફાયર સ્ટેશનનો હજી ઉપયોગ થઈ શક્યો નથી. કતારગામ ઝોન અને ફાયર વિભાગના સંકલનના અભાવે હજી સુધી આ ફાયર સ્ટેશનમાં લાઈટ માટે સબ-સ્ટેશન પણ આવ્યું નથી.

લોકાર્પણ બાદ પણ ઉપયોગમાં નહીં લેવાયું
ફાયર સ્ટેશનમાં ગંદકી અને અન્ય ઉપયોગ થતો હોવાની ફરિયાદ બાદ આજે મેયર, ફાયર કમિટી અધ્યક્ષ અને સ્થાનિક કોર્પોરેટરોએ રાઉન્ડ લીધા બાદ ઝાટકણી કાઢતાં ગણતરીની મિનિટોમાં જ ફાયર સ્ટેશનની સફાઈ શરૂ કરવા સાથે તેને ચાલુ કરવા માટે પણ કયાવત શરૂ થઈ ગઈ છે. સુરત ઓલપાડને જોડતાં સરોલી રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ 19 માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ હાજરીમાં કરવામાં આવ્યું અને તેની સાથે પાલિકાના 210 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાત મુર્હૂત કરવામાં આવ્યા હતા.

મેયરની આકસ્મિક મુલાકાત
પાલિકાના કતારગામ ઝોનમાં ડભોલી ખાતે ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે, તેમાં પાંચ ફાયરની ગાડી રહી શકે તેવું આયોજન કરવા ઉપરાંત 42 સ્ટાફ કવાર્ટર્સ બનાવવામા આવ્યા છે. આ વિસ્તાર માટે આ ફાયર સ્ટેશન ઘણી સારી કામગીરી છે પરંતુ, કતારગામ ઝોન અને ફાયર વિભાગમાં સંકલનના અભાવના કારણે 19 માર્ચના રોજ લોકાર્પણ બાદ પણ ટોરેન્ટ કંપની પાસેથી સબ સ્ટેશન લાવી શક્યા નથી. આ ઉપરાંત લોકાપર્ણ બાદ સફાઈની કામગીરી થતી ન હોવાથી ભારે ગંદકી હોવા ઉપરાંત બાળકો ક્રિકેટ રમતા હતા. આ અંગેની અનેક ફરિયાદ બાદ આજે મેયર હેમાલી બોઘાવાલા, લાઈટ એન્ડ ફાયર કમિટી અધ્યક્ષ કિશોર મિયાણી અને સ્થાનિક કોર્પોરેટરોએ અચાનક મુલાકાત લીધી હતી, જેના કારણે ફાયર વિભાગ અને કતારગામ ઝોનમાં સ્ટાફ દોડતો થઈ ગયો હતો. 19 માર્ચે લોકાર્પણ બાદ પણ ફાયર સ્ટેશનની આવી હાલત માટે મેયરે ઝાટકણી કાઢી હતી.

ફાયર વિભાગની નિષ્ક્રિયતા
સ્થાનિક કોર્પોરેટર ચિમન પટેલે ઝોન અને વિભાગની નબળી કામગીરીથી ફાયર સ્ટેશન શરૂ થઈ શક્યું નથી.તેમ કહીને કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો,. તેઓએ કહ્યું હતું કે બાજુમાં ખાનગી બિલ્ડીંગ બની છે. તેને સબ સ્ટેશન મળી જતું હોય તો પાલિકાને કેમ નહીં મળે ? આ અંગેની ઝાટકણી બાદ કતારગામ ઝોન અને ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં જ ડભોલી ફાયર સ્ટેશનની સફાઈની કામગીરી શરૂ કરવા સાથે સામાન લેવાની કામગીરી પણ શરુ કરી દીધી છે. આ ઉપરાંત સાંજ સુધીમાં સફાઈ અને અન્ય કામગીરી પૂરી થઈ જશે તેવો વિશ્વાસ પણ મેયરને આપવામાં આવ્યો છે.

Previous Post Next Post