ઓમકારેશ્વરમાં કાર્તિકભાઇને શોધવામાં તંત્ર મદદ ન કરતું હોવાનો પરિવારજનોનો આક્ષેપ | The family alleges that the system is not helping to find Kartikbhai in Omkareshwar | Times Of Ahmedabad

ભાવનગર44 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સરકારી હોસ્પિટલમાં માસુમ બાળકની યોગ્ય સારવાર પણ કરવામાં આવી ન હતી

ઓમકારેશ્વર દર્શન માટે ગયેલા ભાવનગરના એક જ પરિવારના છ લોકો નર્મદા નદીમાં નાવડી પલ્ટી જતાં ડુબલા લાગ્યા હતા. જો કે, સદનસિબે પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ પરંતુ દોઢ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે નદીના પાણીમાં ગુમ થયેલા કાર્તિકભાઇની આજે બીજા દિવસે પણ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેમની કોઇ ભાળ મળી શકી ન હતી.

પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, કાર્તિકભાઇની શોધોખોળમાં તંત્ર દ્વારા કોઇ મદદ કરવામાં આવી રહી નથી. ભાવનગરમાં રહેતા રશ્મીભાઇ વ્યાસ (ઉ.વ.58)તેમજ તેમનો પુત્ર નિકુંજ (બિલ્ડર,ઉ.વ32), પુત્રવધુ વાણી (ડેન્ટિસ્ટ,ઉ.વ.31), પાૈત્ર દક્ષ (ઉ.વ.દોઢ વર્ષ) દિકરી ડિંકલ (કોન્સ્ટેબલ) અને જમાઇ કાર્તિકભાઇ (વડોદરા) ઓમકારેશ્વર દર્શન માટે ગયા હતા અને નાવડી પલ્ટી જતાં કાર્તિકભાઇ નદીના ગુમ થયા હતા અન્ય લોકોને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા. જો કે, સારવાર હોસ્પિટલમાં લઇ જવાયેલા દોઢ વર્ષના બાળક દક્ષનું મૃત્યું થયું.

દુર્ઘટનાની જાણ થતાં ગઇકાલે સાંજે જ પરિવારના સભ્યો ઓમકારેશ્વર માટે જવા રવાના થયા હતા. કાર્તિકભાઇના ભાઇ સતિષભાઇએ જણાવ્યું હતું કે, કાર્તિકભાઇની શોધોખળમાં તંત્ર દ્વારા કોઇ મદદ કરવામાં આવી રહી નથી. સવારે થોડો સમય નાવડી દ્વારા શોધખોળ કરી હતી અને બપોર બાદ માત્ર એક નાવડીથી શોધખોળ કરવામાં આવી હતી. મે માલતાદાર સહિતના અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ કોઇ મદદ મળી રહી નથી. જ્યારે દોઢ વર્ષના બાળકના મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઇને ઓમકારેશ્વરથી પરિવારના સભ્યો નિકળ્યાં હોવાનું પરિવારજનોએ જણાવ્યુ હતું.

Previous Post Next Post