ચાણસ્માના યુવાને ઝેરી દવા ગટગટાવી જિદંગી ટૂંકાવી, ધારપુર સિવિલમાં નોકરીમાંથી છૂટો કરાતા પગલુ ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ | The family alleges that the young man of Chansma shortened his life by swallowing poisonous drugs and was fired from his job in Dharpur Civil. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Family Alleges That The Young Man Of Chansma Shortened His Life By Swallowing Poisonous Drugs And Was Fired From His Job In Dharpur Civil.

પાટણ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઈટોદા ગામના વાલ્મિકી પરિવારનાં યુવાનને નોકરીમાંથી છૂટો કરાતા બેકારીથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા ધારપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.

ચાણસ્મા તાલુકાના ઈટોદા ગામે રહેતા વિક્રમભાઈ સેતાભાઇ વાલ્મિકી નામનાં યુવાને નોકરી રોજગાર ન હોવાના કારણે બેકારીથી કંટાળી પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બનાવની જાણ પરિવારજનોને થતા તાત્કાલિક તેને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજતા ધારપુર હોસ્પિટલ કેમ્પસમાં પરિવારજનોના આક્રંદ વચ્ચે શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. બનાવની પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

મૃતક યુવકનાં પિતા ખેતાભાઇએ જણાવ્યું હતું કે, મારો દીકરો ધારપુર સિવિલમાં સફાઈ કર્મી તરીકે આઉટસોર્સિંગમાં નોકરી કરતો હતો. બે મહિના પહેલા તેને છૂટો કરવામાં આવતા અવારનવાર ધારપુરમાં આવી તેને પરત નોકરીમાં લેવા માટે રજૂઆત કરવા છતાં પરત ન લેવામાં આવતા માનસિક રીતે પડી ભાગી ઝેરી દવા પી લેતા તેનું મોત થયું છે. કોઈપણ કારણ વગર તેને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો. મારા દીકરાના મોત મામલે તપાસ કરી એજન્સીના સંચાલકો સામે કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે તેવી અમારી માગ છે.

સિવિલમાં આઉટસોર્સનાં કર્મચારીઓનું શોષણ થાય છે: ધારાસભ્ય
પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ઘટના સ્થળે પહોંચી પરિવાર જોડે મુલાકાત કરી હતી. ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ધારપુર સિવિલમાં લાંબા સમયથી આઉટસોર્સનાં કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું છે. લોકો દ્વારા રજૂઆતો મળતા સંકલનમાં પણ મેં મુદ્દો ઉઠાવ્યો હતો. કર્મચારીઓને ઓછા પગાર આપી વધુ કામ કરાવી હેરાન કરવામાં આવે છે. આ બાબતે ન્યાયિક તપાસ થવી જોઈએ. પરિવારને ન્યાય મળે એ માટે હું પ્રયાસ કરીશ.