બંને કિડની ફેલ બાળકને લઈ પરિવાર ઝુંડાલ દિવ્ય દરબાર પહોંચ્યો, ધીરેન્દ્ર શાસ્ત્રી સમયસર ન પહોંચતા નિરાશ થઈને ઘરે પરત ફર્યા | The family reached Jhundal Divya Darbar with both kidney failure children, Dhirendra Shastri returned home disappointed as he did not reach on time. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The Family Reached Jhundal Divya Darbar With Both Kidney Failure Children, Dhirendra Shastri Returned Home Disappointed As He Did Not Reach On Time.

7 કલાક પહેલા

  • કૉપી લિંક

બાબા બાગેશ્વર અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયાધામના દર્શન કર્યા હતા. હવે ગાંધીનગરનાં ઝુંડાલ સર્કલ નજીક આવેલા રાઘવ ફાર્મમાં દિવ્ય દરબાર યોજાશે. જેમાં ગુજરાતનાં પીઠાધીશ્વરો, મહામંડલેશ્વરો, કથાકારો સહિતના સાધુ-સંતો ઉપસ્થિત રહેવાના છે. આ દિવ્ય દરબારને લઈને મોટાભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાધુ સંતો રાઘવ ફાર્મ ખાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે એક પરિવાર મોટેરાથી આવ્યો હતો. પરિવારમાં સાડા ચાર વર્ષના બાળકની બંને કિડની ફેલ છે. તો તેના માતા પિતા બાળકને લઈને બાબા બાગેશ્વરના આશીર્વાદ લેવા આવ્યા હતા પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી સમયસર ન પહોંચા અને દિકરો વારંવાર રોકકડ કરતા પરિવાર નિરાશ થઈને ઘરે પરત ફર્યા.

ડોક્ટર્સે કહ્યું- ‘ટ્રાન્સપ્લાંટ સિવાય બીજો કોઈ રસ્તો નથી’
બાળકના પિતા સાથે દિવ્યભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓ જણાવ્યું કે, મારું નામ કૌશલ છે અને હું પરિવાર સાથે અમદાવાદના મોટેરામાં રહ્યું છું. મારા સાડા ચાર વર્ષના દીકરાને કિડનીની બિમારી છે. જ્યારે તે 9 મહિનાનો થયો ત્યારે તેની આ બિમારી વિશે અમને જાણ થઈ. અમે ડોક્ટર્સને પણ બતાવ્યું પણ તેઓએ કહ્યું કે હવે આમા કિડની ટ્રાન્સપ્લાંટ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તેની બંન્ને કિડની ફેલ થઈ ગઈ છે. અમે છેલ્લા 6 મહિનાથી બાબાજીના પ્રોગ્રામ જોઈ રહ્યા છીએ. અમને એવું લાગ્યું કે અહીંયા લોકોની સમસ્યાનું સમાધાન થાય છે. લોકોની બિમારીઓ પણ સરખી થઈ રહી છે. એટલે અમે દીકરાને બતાવા લાગ્યા હતા કે જો બાબાજીના આશીર્વાદ મળી જાય તો બાળક કદાચ સરખો થઈ જાય.

દિવ્ય દરબાર વરસાદ પડતાં લોકોએ ખુરશીનો સહારો લીધો

દિવ્ય દરબાર વરસાદ પડતાં લોકોએ ખુરશીનો સહારો લીધો

ઝુંડાલમાં યોજાશે દિવ્ય દરબાર
થોડીવારમાં જ ઝુંડાલના રાઘવ ફાર્મમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ દિવ્ય દરબારમાં રાજ્યના પીઠાધીશ્વરો, મહામંડલેશ્વરો, કથાકારો સહિતના તમામ મોટી સંખ્યામાં સાધુ-સંતો રહેશે. ગાંધીનગર આજે સાંજના દિવ્ય દરબારનો એક દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં સાધુ-સંતો સહિત 15 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. દેકાવાડા શિવ શક્તિ ગુરુ ગૌ ધામના કાલિદાસજી મહારાજે જણાવ્યું હતું કે, બાઘેશ્ર્વર બાબા નામનથી અમને માન અને ગૌરવ છે. ભારતવર્ષમાં એક એવી જનેતાએ મહાપુરુષને જન્મ આપ્યો છે. જેના માટે ભગવાનને પ્રાર્થના છે કે આવા પુરુષોને જન્મ આપે. ભારતવર્ષને હિન્દુરાષ્ટ્ર ઘોષિત કરીને જ રહીંશું.

રાઘવ ફાર્મમાં 5,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ
ગુરુ વંદના મંચ હેઠળ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક દિવસનો દિવ્ય દરબાર ગાંધીનગરના ઝુંડાલ સર્કલ નજીક આવેલા રાઘવ ફાર્મમાં આજ રોજ સાંજે સાડા પાંચ વાગ્યે યોજાશે. આ દિવ્ય દરબારમાં ગુરૂ વંદના મંચ સાથે જોડાયેલા રાજ્યના વિવિધ સાધુ-સંતો હાજર રહેશે.રાઘવ ફાર્મમાં 5,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.

Previous Post Next Post