માંડવી તાલુકાના ખેડૂતોએ ગેસ કંપનીની પાઇપ લાઈન પસાર થવા સામે રેલી યોજી આવેદન પાઠવ્યું | Farmers of Mandvi taluk held a rally and protested against the passage of gas company's pipeline | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

માંડવી તાલુકાના મોટા ભાડીયા,બીદડા,બાગ, અને નાનીખાખર સહિતના ગામોના ખેડુતોએ આજે માંડવી ખાતે એકત્ર થઇ ગુજરાત ગેસ કંપનીના પ્રોજેક્ટ સામે વિરોધ દર્શાવ્યો હતો અને મામતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી જમીન સંપાદન રદ કરવાની માગ કરી હતી.

પત્રમાં ખેડૂતોએ દાવો કર્યો છે કે ફળદ્રુપ જમીનનો ખાનગી હેતુ માટે ઉપયોગ કરવો ગેરકાયદે છે. જો ગુજરાત ગેસ કંપની દ્વારા ઉપજાઉ જમીનમાંથી પાઇપ લાઇન પસાર કરવામાં આવશે તો શેરડી, કપાસ અને બાગાયતી પક મેળવવા મુશ્કેલ બની જશે.

માંડવી તાલુકાના વિવિધ ગામનાં ખેડૂતોએ કલેકટરને આલેખીને મામતદાર કચેરીએ અધિકારી સમક્ષ પોતાની માંગ સાથેનું આવેદપત્ર પાઠવ્યું હતું. પત્રમાં દર્શાવ્યા અનુસાર સરકારી વિમાગ દ્વારા નોટીસ જાહેર કરવામાં આવી છે જેમાં ખેતીની ફળદ્રુપ અને ઉપજાઉ જમીનમાંથી ગેસ પાઈપ લાઈનનો હક્ક સંપાદિત કરવા જણાવાયું છે. આ બાબતે વાંધો છે. જમીનમાંથી ગેસ પાઈપ લાઈન પસાર થાય તે મંજૂર નથી.

જમીન સંપાદન અધિનિયમ મુજબ કોઈ પણ જર્મન જો ખેતી લાયક અને ફળદ્રુપ હોય તો તેને અન્ય હેતુ માટે સંપાદનમાં લઈ શકાય નહી. આ જમીન ખુબ જ ફળદ્રુપ છે અને ખેતી લાયક છે. આમ જમીન સંપાદન ધારાની જોગવાઈનો ઉલ્લંઘન થતો હોઈ, કાયદાથી ઉપરવટ જઈ કોઈ પણ નિર્ણય કરી શકાય નહી. જેથી અંહી પાણીની અને ગેસ પાઇપ લાઈન પસાર થાય તે કબુલ નથી. વાસ્તે દર્શાવેલા ગામોની જમીન સંપાદન રદ કરવામાં આવે એવી ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી હતી. આ વેળાએ મોટી સંખ્યમાં ખેડૂતો ઉમટી પડ્યા હતા.

Previous Post Next Post