તલાટીની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી મહિલાનો આપઘાતનો પ્રયાસ, ટ્રેનની અડફેટે અજાણ્‍યા પ્રૌઢનું ગંભીર ઇજા થવાથી મોત | Fearing failure in Talati exam, woman attempts suicide, unidentified man dies of serious injuries after being hit by a train | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Fearing Failure In Talati Exam, Woman Attempts Suicide, Unidentified Man Dies Of Serious Injuries After Being Hit By A Train

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જામનગર રોડ પર ગાયત્રીધામ સોસાયટીમાં રહેતાં નિલમબા શક્‍તિસિંહ જાડેજા (ઉ.વ.38)એ ગઇકાલે સાંજે મચ્‍છર મારવાનું લિક્‍વીડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં. બનાવ અંગે તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. પોલીસ તપાસમાં નીલમબાને સંતાનમાં એક પુત્રી હોવાનું સામે આવ્યું છે અને તેણીએ થોડા સમય પૂર્વે લેવાયેલ તલાટીની પરિક્ષા આપી હતી. ત્‍યારબાદ ઓનલાઇન આન્‍સર કી ચેક કરતાં અમુક જવાબો ખોટા પડયા હોવાનું જણાતાં પોતે નાપાસ થશે તેવો ભય લાગતાં આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જો કે તબિયત સ્થિર જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ટ્રેનની અડફેટે અજાણ્‍યા પ્રૌઢનું ગંભીર ઇજા થવાથી મોત
રાજકોટ મહિલા કોલેજ નજીક રેલ્‍વે ફાટકથી ભક્‍નિગર સ્‍ટેશન તરફ જતાં રેલ્‍વે ટ્રેક પર મોડી રાતે એક અજાણ્‍યા પ્રૌઢનું ટ્રેનની ઠોકરે ચડી જતાં માથામાં ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. આશરે 48 થી 50 વર્ષના પુરૂષ રાત્રીના 2.30 વાગ્‍યા આસપાસ ટ્રેનની ઠોકરે ચડી જતાં તેમનું મોત નિપજ્‍યાની જાણ થતાં માલવીયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્‍થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. મૃતક પ્રૌઢએ શરીર પર બ્‍લુ ટી-શર્ટ અને કાળુ ટ્રેક પેન્‍ટ પહેર્યુ છે. તેની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્‍તુ મળી આવેલ નથી ત્યારે પાટા ઓળંગતી વખતે અકસ્‍માતે બનાવ બન્‍યો કે પછી ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પરપ્રાંતીય યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
રાજકોટ શહેરના આંબેડકરનગરમાં રહેતા પરપ્રાંતીય નનકાભાઈ શિરરીભાઈ સરોજ (ઉ.વ.35) આજે વ્હેલી સવારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટુંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતા માલવીયાનગર પોલીસની ટીમે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી પરીવારની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક નનકાભાઈ દારૂ પીવાની ટેવ ધરાવે છે અને અવારનવાર દારૂ પી માથાકૂટ કરતો હોય આજે સવારે પણ દંપતીને ઝઘડો થયા બાદ દારૂ પીધેલી હાલતમાં અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક મજુરીકામ કરતા તેમજ ચાર ભાઈ બહેનમાં મોટો અને સંતાનમાં બે પુત્ર બે પુત્રી છે જેને પિતાની છત્રચાય ગુમાવી છે.

વૃદ્ધાનો પંખાના હુકમાં દોરી વડે ફાંસો ખાઈ આપઘાત
રાજકોટના પાણીના ઘોડા પાસે ચંપકનગર-3માં રહેતાં દેવજીભાઈ આંબાભાઈ રોપીયા (ઉ.વ.72) આજે વ્હેલી સવારે પોતાના ઘરે પંખાના હુકમાં દોરી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં વૃદ્ધને સારવારમાં સીવીલે ખસેડાયા હતાં. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં. આ પછી સીવીલ ચોકીના સ્ટાફે બી.ડીવીઝન પોલીસને જાણ કરી હતી. મૃતક દેવજીભાઈ લાંબા સમયથી બિમાર રહેતા હોય જેનાથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. મૃતક હાલ નિવૃત જીવન ગાળતા અને સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે.

દુષ્કર્મના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ
સુરતમાં દુષ્કર્મના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપી રવિ પ્રવીણભાઈ ચાવડા કાલાવડ રોડ પર આવેલ જયસીયારમ ટી સ્ટોલ પાસે હોવાની ચોક્કસ બાતમી મળતા માલવિયાનગર પોલીસ સ્ટાફ તુરંત પહોંચી આરોપીને પકડી સુરતના પાલ પોલીસને સોંપવામાં આવ્યો છે.