પાટણમાં ભક્તિસભર માહોલમા પટ્ટણી દેવીપૂજક સમાજના આસ્થાના પ્રતિક શ્રી દેવકાહર ધામે મહોત્સવ ઉજવાશે | The festival will be celebrated at Sri Devkahar Dham, a symbol of the faith of the Pattani Devi Pujak Samaj in a devotional atmosphere in Patan. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Festival Will Be Celebrated At Sri Devkahar Dham, A Symbol Of The Faith Of The Pattani Devi Pujak Samaj In A Devotional Atmosphere In Patan.

પાટણ9 કલાક પહેલા

  • કૉપી લિંક

ઐતિહાસિક નગરી પાટણના બકરાતપુર ખાતે આવેલ માઁ હડકમાઇ માતા ની પવિત્ર ભૂમિ પર સમગ્ર પટણી દેવીપૂજક સમાજની આસ્થાનું કેન્દ્ર અને પટ્ટણી દેવીપૂજક સમાજ માટે કાશી અને હરદ્વાર સમાન પવિત્ર દેવકાહર ધામ નિર્માણ પામેલ છે. આ ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 20/05/2023 થી 22/05/2023 ના રોજ નિર્ધારીત થયેલ છે. આ ત્રિ-દિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન શ્રી દેવકાહર ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ ત્રિદિવસીય મહોત્સવ ની રૂપરેખા આપવા ગુરૂવારે શ્રી હડકાઈ માતાજીના સાનિધ્યમાં પાટણ ના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો ની આયોજકો દ્રારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ત્રિદિવસીય મહોત્સવ ની માહિતી આપતા ઉત્સવના આયોજકો દ્રારા જણાવ્યું હતું કે આગામી તા. 20/05/2023 ના પ્રથમ દિવસે હોમ હવન તથા દેવી દેવતાઓની મૂર્તિઓનું શુદ્ધિકરણ કરવામાં આવશે. તા. 21/05/2023 ના રોજ માતાજીઓની ભવ્ય શોભાયાત્રા શહેરના પ્રગતિ મેદાન થી રેલ્વે સ્ટેશન, બગવાડા, હિગળાચાયર ત્રણ દરવાજા, કનસડા મોતીશા દરવાજા થઈ દેવકાહર ધામ ખાતે પહોંચશે. આ શોભાયાત્રા મા નિશાન ડંકો,એક હાથી, ચાર ધોડા,વીસ બગીઓ, દસ ટ્રેક્ટર, ધાર્મિક વેશભૂષા સાથે ના ટેબ્લો મળી 58 થી વધુ જાખીઓ જોડાશે ત્યારબાદ આ દિવસે મુખ્ય આંમત્રિત મહેમાનો માં ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી બલવંતસિંહ રાજપૂત,જગદીશ વિશ્વકમૉજી, પૂવૅ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો અને અન્ય મહાનુભાવોના સ્વાગત નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.

તા. 22/05/2023 ના રોજ હવન માતાજીઓની મૂર્તિઓ ની સ્થાપના, ધજા રોહણ, મહા આરતી કરવામાં આવશે. તદ્દ ઉપરાંત દાતાઓનું સન્માન તથા કાર્યકર્તાઓનું સન્માન પણ આ દિવસે રાખવામાં આવેલ છે.આમ ત્રિ-દિવસીય કાર્યક્રમનું સમાપન થશે.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રણે દિવસ માતાજીના ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. મહોત્સવના ત્રણે દિવસ જાહેર જનતાને કોઇ મુશ્કેલી ના પડે તે માટે પટણી સમાજના ગુજરાત ભર માંથી આવેલા સ્વયં સેવકો ખડેપગે સેવા આપશે.

આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં માનવ મેદની માતાજીઓના દર્શન નો લાભ લેવા પધારનાર છે. જે ધ્યાનમાં રાખી કાર્યક્રમના સ્થળે પાણી, લાઇટ, ચા-નાસ્તો, ભોજન તથા સ્વચ્છતા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ત્રિ-દિવસીય મહોત્સવની તમામ પ્રવૃતિઓનું મોનિટરીંગ તથા દેખરેખ માટે અલાયદો કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર દેવકાહર સંકુલ સી.સી.ટી.વી. કેમેરા થી સજ્જ કરી લોકોની ફરિયાદોનું ત્વરીત નિરાકરણ કરવામાં આવશે. આ રીતે દેખરેખ વ્યવસ્થા સધન બનાવવામાં આવી છે.

આ ત્રિ-દિવસીય મહોત્સવ માં સમગ્ર પટણી દેવીપૂજક સમાજના ટેકનિકલ જ્ઞાન ધરાવતા યુવાનો, બહેનો, નોકરીયાતો તથા સામાજીક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી સ્વૈચ્છિક સેવા આપનાર છે. તદ્દ ઉપરાંત આ મહોત્સવના ત્રણ દિવસ પાટણ ના પટણી દેવીપૂજક સમાજ સહિત ભારતભરના પટ્ટણી દેવીપૂજક નાં લોકો પોતાનાં તમામ ધંધા રોજગાર બંધ રાખી તમામના ઘરે દીપ પ્રજવલ્લિત કરી દરેક ઘર ઉપર ધજા પતાકા લહેરાવી આ અવસરમાં સહભાગી થશે. પટ્ટણી સમાજ શાકભાજી ના ધંધા સાથે સંકળાયેલો હોઈ પાટણમાં શાકભાજી માકેટ ઉત્સવ દરમ્યાન રવિવારે અને સોમવારે સંપૂર્ણ બંધ રહેશે તેવું શ્રી દેવકાહર ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા જણાવ્યું હતું. આ પ્રસંગ ને લઈ બે દિવસ માટે શાક માર્કેટ બજાર બંધ રહશે તેમ શાક માર્કેટ ના પ્રમુખ મનોજ પટેલ જણાવ્યું હતું

Previous Post Next Post