બનાસકાંઠા (પાલનપુર)7 કલાક પહેલા
- કૉપી લિંક
થરાદ સોની બજારમાં એક દુકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. અચાનક દુકાનમાં આગ લાગતા સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વીભાગને જાણ કરી હતી.
ઉનાળાના સમયમાં આગ લાગવાના અનેક બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ સોની બજારમાં એક ઉપરની દુકાનમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો દોડી પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગના કારણે નીચે જ્વેલર્સ ની દુકાન પણ ઝપેટમાં આવી ગઈ હતી. સ્થાનિક લોકોએ પાણી નો મારો ચલાવી આગ પર કાબુમાં ન આવતા ફાયર વિભાગ ને જાણ કરી હતી. થરાદ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી સતત પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગના કારણે દુકાન માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે જોકે અત્યાર સુધી આગ લાગવાનું કારણ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.