Monday, May 15, 2023

ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જૂનાગઢના સાંસદ વિરુદ્ધ એફઆઇઆર દાખલ | FIR filed against Junagadh MP in Doctor Atul Chag suicide case | Times Of Ahmedabad

વેરાવળ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગત તારીખ 12 ફેબ્રુઆરી 2023 ના રોજ ડોક્ટર અતુલકુમાર ઉંમર વર્ષ 55 પોતાની હોસ્પિટલના ઉપલા માળે પોતાના મકાનમાં રૂમના છતમાં પંખા સાથે મફલર વડે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારે સુસાઇડ નોટમાં સાંસદ સભ્ય તેમજ તેમનાં પિતાનું નામ લખ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર એ વેરાવળ સીટી પોલીસમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગયેલ છે.

ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ
વેરાવળ ખાતે રહેતા હિતાર્થ અતુલકુમાર ચગએ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ જેમાં તેમનાં મૃતક પિતા ડો. અતુલકુમાર વ્રજલાલ છગએ આરોપી નારણ રામા ચુડાસમા તેમજ રાજેશ નારણ ચુડાસમા રહે.ચોરવાડ સાથેના પોતાના ધંધાના વિકાસ માટે ઉછીના રૂપિયા આશરે દોઢ થી પોણા બે કરોડ આપ્યા હોય અને આ પૈસા પરત આપવા ઉઘરાણી કરતા બંને શકશોએ ઉછીના લીધેલા રૂપિયા પરત આપવાની ના પાડી હતી.

અત્મહત્યાની સુસાઇડ નોટમાં જૂનાગઢ સાંસદ સભ્ય તેમજ તેમનાં પિતા નામનો ઉલ્લેખ કર્યો
આ બંને શખ્સોએ ડો. અતુલ કુમારને મારી નાખવાની ધમકી આપતા હોય જેના કારણે ડોક્ટર અતુલકુમાર આ શખ્સોથી ગભરાઈ જઇ મરવા મજબૂર કરેલ હોય જેથી તા. 12 ફેબ્રુઆરી 2023 ના રોજ પોતાના ઘરેમાં છતમાં પંખા સાથે મફલર વડે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા કરવા પાછળનું કારણે નારણ રામા ચુડાસમા તેમજ રાજેશ નારણ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું નું લખેલ સુસાઇડ નોટમાં જૂનાગઢ સાંસદ સભ્ય તેમજ તેમનાં પિતા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

પોલીસે સાંસદ સભ્ય તેમજ તેમનાં પિતા સામે ફરિયાદ નોંધી ​​​​​​​
આ બાબતે મૃતકના પુત્ર હિતાર્થ અતુલકુમાર છગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં બન્ને વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે 306, 506(2),114 ગુન્હા હેઠળ ફરીયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.