Tuesday, May 30, 2023

ભચાઉના ઉપલા વાસમાં પાર્કિંગમાં રહેલી કારમાં આગ ભભૂકી ઉઠી, ફાયર વિભાગે કાબૂમાં લીધી | A fire broke out in a car parked in Bhachau's upper residence, which was brought under control by the fire department. | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

તાલુકા મથક ભચાઉ નગરમાં આજે મંગળવાર સાંજે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. નગરના ઉપલા વાસના ખાલી પ્લોટમાં પાર્ક કરેલી કાર અચાનક આગની જવાળાઓથી ઘેરાઈ ગઈ હતી અને જોતજોતામાં આગે મોટું રૂપ ધારણ કરી લીધું હતું. રહેણાક વિસ્તારમાં આગની ઘટનાથી ભાગદોડ મચી ગઇ હતી. બનાવની જાણ પાલિકા કચેરીએ કરવામાં આવતા સુધરાઇ હસ્તકની ફાયર ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયર ફાયટરની મદદ વડે આગ પર પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. જોકે આ દરમિયાન કાર આગમાં સળગીને ખાક થઈ ગઈ હતી.

ભચાઉના રહેણાક વિસ્તાર ઉપલા વાસમાં આજે સાંજે 6 વાગ્યાના અરસામાં કારમાં આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે આસપાસના લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ તંત્રને કરી હતી. જેના પગલે ફાયર ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગને પાણી વડે કાબૂમાં લીધી હતી. આગ બુઝાવાની કામગીરીમાં ફાયર ટીમના પ્રવીણ દાફડા અને કુલદીપભાઈ જોડાયા હતા ઉલેખનિય છે કે ઉનાળા ના આકરા તાપ વચ્ચે જિલ્લામાં આગના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જોકે આજની ઘટનામાં પાર્ક કરેલી કાર સળગી ઉઠતા તર્ક વિતર્ક ફેલાયા હોવાનું સ્થાનિકેથી જાણવા મળ્યું હતું.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.