બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા
- કૉપી લિંક
થરાદમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. ખેતરની વાડમાં અગમ્ય કારણોસર આગ લગતા અફરા તફરી મચી હતી. આગની ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળાં એકઠા થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ખેડૂત રાજપુત રમેશભાઈના ખેતરમાં આગ લગતા ખેતરની વાડ બળીને ખાખ થઇ ગઈ હતી. જોકે, અંતે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી.
ઉનાળાના સમયમાં આગ લાગવાના અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદમાં એક ખેતરની વાડમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. જોકે, સ્થાનિક લોકો દોડી આવ્યાં હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગના કારણે ખેડૂતના ખેતરમાં ઉભેલા જુવારના પાકને પણ નુકસાન થયું છે. આગની ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. થરાદ ફાયર ફાઈટર તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ઉલેખનીય છે કે, થોડાક દિવસ આગાઉ થરાદની સોની બજારમાં એક દુકાનમાં આગ લાગી હતી. જેથી સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ આગ જોત જોતામાં વિક્રમ સ્વરૂપ ધારણ કરતા ફાયર વીભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.