પૂર્વ મંત્રી જય નારાયણ વ્યાસે કહ્યું- મોટાભાગના લોકો માનવા તૈયાર નથી કે આ બનાવ આત્મહત્યાનો છે | Former minister Jai Narayan Vyas said - most people are not ready to believe that this incident is a suicide | Times Of Ahmedabad

પાટણ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં પીવાના પાણીની પાઈપલાઈનમાંથી યુવતીના મૃતદેહના અવશેષો મળ્યા બાદ પૂર્વ ધારાસભ્ય જય નારાયણ વ્યાસ દ્વારા આ મામલે SITની રચના કરી તપાસની માગ કરવામાં આવી છે.

સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય જયનારણય વ્યાસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ખૂબ પ્રબળ પ્રજામત હજુ પણ માનવા તૈયાર નથી કે આ વ્યક્તિએ આત્મહત્યા કરી છે અને તેઓ આ પરિસ્થિતીમાં ઉચ્ચ સ્તરેથી સંપૂર્ણ તપાસ થાય તે માટે રજૂઆતો કરી રહ્યા છે. આ જોતાં રાજ્યનાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ક્રાઇમ)નાં અધ્યક્ષપણા હેઠળ જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ), ફોરેન્સિક સાયન્સ વિભાગનાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ અથવા સરદાર પટેલ હોસ્પિટલ અમદાવાદનાં વડા, જળસંપત્તિ તેમજ પાણી પુરવઠા વિભાગનાં મુખ્ય ઈજનેરઓ, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી આ બાબતે ઉપયોગી થઈ શકે તેવા નિષ્ણાત, આ ટીમનાં સભ્ય સચિવ તરીકે જિલ્લા પોલીસ વડા રહે તેવી Special Investigation Teamની તાત્કાલિક અસરથી રચના કરી સરકારને આ અહેવાલ મોડમાં મોડો ત્રણ મહિનામાં સોપે એવા આદેશો સાથે આ Special Investigation Teamની રચનાનો ઠરાવ તાત્કાલિક બહાર પાડવા મારી વિનંતી અને માંગણી છે.

આ ઉપરાંત સિદ્ધપુરના કેટલાક વિસ્તારના નાગરિકો પાણી ગંદુ આવતું હોવાની તેમજ અસહ્ય દુર્ગંધ આવી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા હતા ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ પગલાં કેમ ન લીધા તે અંગે પણ તપાસ થવી જોઈએ. સિદ્ધપુરના કેટલાક મુખ્ય દેવસ્થાનો આ વિસ્તારમાં છે ત્યારે આવું દૂષિત પાણી તેમાં વપરાયું તે બાબતે પણ નગરપાલિકાએ ધ્યાન રાખવું જોઈતું હતું.

લગભગ 8 થી 10 દિવસ આ ફોગાઈ રહેલ મૃતદેહમાં થઈને આવતું પાણી કેટલાક વિસ્તારોના નાગરિકોએ પીધું છે ત્યારે એના કારણે કોલેરા જેવો કોઈ રોગચાળો ન ફેલાય તે બાબતે જિલ્લા આરોગ્ય તંત્રની સીધી દેખરેખ હેઠળ આ વિસ્તારમાં કોઈ રોગચાળો ફાટી ના નીકળે એ માટેની કાળજી લેવી જોઈએ.સિદ્ધપુર શહેરનું પીવાના પાણીનું નેટવર્ક ખૂબ જૂનું છે. આ અગાઉ પણ એમાં તકલીફો થઈ હતી તે જોતાં તેમજ પાણી પુરવઠાની આ યોજનાને પાંચ દાયકા જેટલો સમય થયો તે જોતા શહેરી વિકાસ વિભાગે અગ્રતાના ક્રમે આ પ્રોજેક્ટમાં નવી પાઇપલાઇન નાખવા માટે અંદાજે 70 થી 80 કરોડ મંજૂર કરવા જોઈએ અને તે રકમ નગરપાલિકા હસ્તક નહીં મૂકાતા સીધી રાજ્યના પાણી પુરવઠા તેમજ ગટર વ્યવસ્થા બોર્ડ અથવા કોઈપણ સરકારના ડિપાર્ટમેન્ટ થકી આ કામ થવું જોઈએ.

અત્યારે નવી ડ્રેનેજલાઇનનું કામ ચાલુ છે પણ અગાઉ એક વિસ્તારમાં ડ્રેનેજલાઇન ઉભરાતી હતી અને બેકફ્લો થતો હતો તેને તેટલા પૂરત દુરસ્ત કરવામાં આવ્યો હતો.સિદ્ધપુર શહેરમાં ડ્રેનેજલાઇનનું ચાલુ કામ પણ ઉચ્ચ કક્ષાએ ઓડિટ કરવા જેવુ છે. એમાં ટેન્ડર ઇસ્યુ કરવા માટેની કેટલીક શરતો કોઈ ચોક્કસ કોન્ટ્રાકટરને મદદ કરવા માટે મુકાઇ છે એવી પણ ચર્ચા ચાલે છે. સિદ્ધપુર નગરપાલિકાએ 15 મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ સેલેસ્ટીઅલ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ સેનિટેશન પ્રા. લી. નામની એક કંપનીને કામ આપ્યું છે. કુલ 94 લાખની રકમનાં આ કામમાં કારોબારી કમિટીએ જે નિર્ણય કર્યો તે ઠરાવમાં આ કંપનીને કામ આપવા સંદર્ભે સ્પષ્ટ અભિપ્રાય ન હોવા છતાં એને કામ આપવામાં આવ્યું છે એવી પણ રજૂઆતો છે. જો આ પ્રકારની ગેરરીતિઓ થઈ હોય તો એ પણ યોગ્ય નથી.

સિદ્ધપુર નગરપાલિકા બાબતે અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ અંગત રસ લઈ તપાસ કરાવે તો છેલ્લાં કેટલાક સમયથી નગરપાલિકા સામેની ફરિયાદો અને અસંતોષ વધતો જાય છે એવું જોઈ શકાય છે. જનતાનાં આ રોષનાં પ્રતિક તરીકે છેલ્લાં ત્રીસ વરસમાં પહેલી વાર નગરપાલિકા ઉપર બહેનોનું માટલા સરઘસ આવ્યું અને જે પ્રકારનાં સૂત્રોચ્ચાર તેમજ ધાંધલધમાલ થઈ છે તેનાથી સરકારની છબી પણ ખરડાઇ છે.અંતમાં સિદ્ધપુર ખાતે બનેલ આ બનાવ દરમ્યાન મૃત્યુ પામનાર યુવતી દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે (જેના કા૨ણો જનસમાન્યના મગજમાં ઉતરતા નથી) કે પછી હત્યા બાદ મૃતદેહને વગે કરવામાટે કોઈ અસમાજિક તત્વોએ એનો ઉપયોગ કર્યો છે તેની ઉચ્ચસ્તરીય તપાસ માટે S..T.નું ગઠન કરી પ્રજામાં વિશ્વાસનીયતા ઊભી થાય તે કરવા મારી વિનંતી છે.

વધુ માં જણાવ્યું છેકે મારે કહેવું છે કે જે સિંધી યુવતીનો કેસ લગભગ આત્મહત્યા તરીકે પુરવાર કરી એનાથી જાન છોડાવવાનો પ્રયત્ન સિદ્ધપુર નગરપાલિક તેમજ સંબંધિત સરકારી અધિકારીઓ કરી રહ્યા છે. સિદ્ધપુર શહેર વિસ્તારના જે નાગરિકોએ દસ-દસ દિવસ સુધી દૂધિત પાણી પીધું અને ત્યારબાદ અન પાણી પુરવઠો સદંતર બંધ થતાં પ્લાસ્ટિકની બોટલોમાં અપાતા પીવાના પાણી ઉપર આ ધખધખતા તાપમાં જેણે આ કપરો સમય પસાર કર્યો તે અંગે પણ નગરપાલિક સંવેદનશીલ નથી રહી તેવું મારું મંતવ્ય છે.

અમારે સદનસીબે આપના મંત્રીમંડળમાં ચોથા નંબરનું સ્થાન ભોગવતા કેબિનેટ મંત્રી અમારા પ્રતિનિધિ છે. પણ આ પ્રશ્ન ઉપર જ ધ્યાન આપવાને બદલે તેઓ અત્યારે પ્રવાસન વિભાગના કામો જે બજેટમાં પણ નથી મુકાયા કે જેનો જીઆર પણ નથી થયો તેને અગ્રતા આપી પ્રજાનું ધ્યાન બીજે દોરવા પ્રયત્નશીલ છે. એટલે એક સામાન્ય નાગરિક તરીકેની જવાબદારીથી પ્રેરાઈને ન છૂટકે મેં આ પત્ર આપને લખ્યો છે.તેમ જણાવ્યું છે.

Previous Post Next Post