સુરત6 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સાંજે 4 વાગ્યે ફોસ્ટા ચૂંટણી કમિટીની બેઠક, બીજી તરફ ડિરેક્ટરોમાં આક્રોશ
વાદ-વિવાદની વચ્ચે ફોસ્ટા દ્વારા જાહેર કરાયેલી ચૂંટણી કમિટીના 5 સભ્યો સોમવારે 4 કલાકે મિટિંગ કરી મતદાન કોણ કરશે તેના પર ચર્ચા કરીને નિર્ણય લેશે. જો કે, માર્કેટ દીઠ 2 મતદારોના નિયમને લઈને મોટી માર્કેટના મતદારોની સંખ્યા વધારાશે જૂન ના પહેલા અઠવાડિયામાં ફોસ્ટા ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
દરમિયાન માજી પ્રમુખો સહિત અનેક લોકો ચૂંટણી જુની પદ્ધિતીથી જ કરવાની માંગ કરી રહ્યા છે. માર્કેટ દીઠ 2-2 સભ્યોને મતદાન કરી શકે છે તેવો નિર્ણય લેવામાં આવશે તો વિરોધ કરવાનું આયોજન વેપારીઓ કરી રહ્યા છે. હાલના ચૂંટણી અધિકારીનો કેવી રીતે હટાવી શકાય તેની પણ ચર્ચા ચાલી રહી છે. ફોસ્ટાના માજી પ્રમુખો અને પદાધિકારીઓ દ્વારા લેવામાં આવેલો નિર્ણય માત્ર ફોર્માલીટી બનીને રહી ગયો છે. કારણ કે, ફોસ્ટાની ચૂંટણી કમિટી ચૂંટણી કમિટીમાં વધારે 6 સભ્યોને ઉમેરવા માટે ઘસીને ના પાડી દિધી છે.
ફોસ્ટાના માજી પ્રમુખ સાંવર પ્રસાદ બુધિયાએ સોશિયલ મિડિયા પર લખ્યુ છે કે, સાથ લેવા અને સલાહ સ્વીકારવા માટે પણ તૈયાર નથી. વેપારીભાઈઓનું અપમાન કરવું તે ખુબ જ દુ:ખદ છે. અમે પૂર્વ 18 ડિરેક્ટરો, વેપારીઓ અને માર્કેટના પદાધિકારીઓના આદેશથી ગયા હતાં, તે અમારું નહીં પણ તમામનું અપમાન છે. માર્કટ દીઠ – 2 લોકો જ મતદાન કરી શકશે. આ બાબતે પણ સજેશન આપવમાં આવ્યું છે. જુની પદ્ધિતિથી જ ચૂંટણીનું આયોજન કરવામાં આવે. કારણ કે, 100 દુકાન ધરાવતા માર્કેટને 2 મતદાર અને 1000 દુકાનો ધરાવતી માર્કેટમાં પણ 2 જ મતદારનો અધિકાર આપવામાં આવ્યો છે જે મતદારના આધિકારનું હનન છે.’
ચૂંટણી સમિતિના શંભુકુમાર પોદ્દારે કહ્યું હતું કે, ‘કેવી રીતે ચૂંટણી કરવામાં આવશે તે સોમવનારે યોજાનાર મિટિંગમાં નક્કી થશે. મે મહિનામાં ચૂંટણી યોજવી મુશ્કેલ છે. પરંતુ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, જૂન મહિનાના પહેલા અઠવાડિયમાં ચૂંટણી કરી શકાય. વેપારીઓના હિતમાં નિષ્પક્ષ ચૂંટણી થાય તેવી અમારી ઈચ્છા છે.’