મોરબી3 મિનિટ પહેલા
- કૉપી લિંક

- પકડાયેલા આરોપી પૈકી 2 આરોપી સગા સાળા- બનેવી થતા હોવાનું સામે આવ્યું
મોરબીમાં વ્યવસાયી મહિલાને દુકાનના ભાડા બાબતે ચર્ચા કરવા બોલાવી, ઘેની પીણું પીવડાવી ચાર શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાને સઘળી હકિકતનું ભાન થયા બાદ પોલીસ ફરિયાદ કરતા પોલીસ દોડી હતી અને ચારેય આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યા હતા.
મોરબી શહેરનાં કોમર્શિયલ કોમ્પલેક્ષમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલાને તેની પાડોશમાં દુકાન ધરાવતી મહિલાને ગુરુવારે એક પ્રસંગમાં મેકઅપનો ઓર્ડર હતો જે ઓર્ડર પુરો કર્યા બાદ વધારાનો સામાન તેની દુકાનમાં મૂકવા ગઈ હતી તે વખતે મહિલાની દુકાન પાસે દુકાન ધરાવતા યશ દેસાઈએ દુકાનના ભાડા મુદે વાતચીત કરવાના બહાને તેની ઓફિસમાં બોલાવી હતી અને તેને ઘેની પીણું પીવડાવી તકનો લાભ લઇ ચાર શખ્સે દુષકર્મ આચર્યું હતું. મહિલાએ પતિને વાકેફ કર્યા હતા.
અને તે પછી મહિલાએ યશ વિશ્વાસભાઈ દેસાઈ, ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઈ ચૌહાણ, અભિ ઉર્ફે અભય દિનેશ જીવાની તેમજ રવિ દિલીપભાઈ ચૌહાણ નામનાં શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેનાં આધારે પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીની ધરપકડ કરી હતી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને બાદમાં જેલહવાલે કર્યા હતા. તેમજ આ બનાવમાં એફએસએલ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.