નવસારી8 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
નવસારી જિલ્લામાં આપઘાતની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે જેમાં એક જ દિવસમાં બે આપઘાત અને બે અકસ્માતની સંખ્યામાં ચારના મોત નોંધાયા છે. ખેરગામ તાલુકાના ગામે રહેતા 17 વર્ષે સગીર રોહિત અશોકભાઈ ગામિત એ અગમ્ય કારણોસર પોતાના ઘરે નાયલોનની દોરી વડે ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું છે. પોલીસે અકસ્માત મોતની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ખેરગામ પોલીસે સગીર યુવાનના મોત ને લઈને પ્રેમ પ્રકરણની દિશામાં પણ તપાસ હાથ ધરી છે જેમાં યુવાનના મોબાઈલ ની તપાસ કરી પ્રેમ પ્રકરણ છે કે કેમ તે આગામી સમયમાં તપાસમાં બહાર આવશે.
બીજા અન્ય એક આપઘાતની કેસ પર નજર કરીએ તો વેસ્મા ગામની સીમમાં લીમડાના ઝાડ પર 43 વર્ષીય રામ કિશોર ચુનીલાલ શર્મા મૂળ સુરતના રહેવાસી છે તેમણે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું છે ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતની નોંધ લઇ તપાસ હાથ ધરી છે રામકિશોર ચુનીલાલ શર્મા મશીન વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા જેમને આર્થિક સંકળામણ હોવાની પ્રાથમિક તારણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્રણ દિવસ અગાઉ સુરતથી યુવાન ગુમ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપી હતી.
બે અકસ્માતની ઘટનાઓ પર નજર કરીએ તો પિંસાડ ગામની હદમાં પૂર્ણ નદીના કિનારે એક અજાણ્યો 40 વર્ષીય ઈસમનું નદીમાં ડૂબી જવાથી તેનું મરણ થયું છે જેની લાશ મળી આવતા ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત નોંધી તેની ઓળખને લઈને તપાસ હાથ ધરી છે. રેલ્વે ફેટલના અન્ય એક બનાવ પર નજર કરીએ તો 72 વર્ષીય મોહન છગનભાઈ પટેલ અંચેલી રેલવે સ્ટેશન પાસે ટ્રેક ઓળંગતા કર્ણાવતી ટ્રેનની અડફેટે ઘટના સ્થળે જ અકસ્માત થતા મોત થયું છે. આમ જિલ્લામાં એક જ દિવસમાં બે આપઘાત ને બે અકસ્માતની નોંધ પોલીસ ચોપડે નોંધાય છે.