દાહોદ જિલ્લામાં બાઈકો વચ્ચે અકસ્માતની બે અલગ અલગ ઘટના,ચાર લોકો ઈજાગ્રસ્ત થયા | Four people were injured in two separate incidents of accidents between women in Dahod district | Times Of Ahmedabad

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

ભરસડા ગામે બે બાઇક સામે અથડાતા ચાલકો ઘાયલ અકસ્માત કરનાર અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ઝાલોદના પણ ડુંગરી ગામે બે બાઇક વચ્ચે અકસ્માતમાં બે ઘાયલ બન્નેને સારવાર માટે ખસેડાયા હતા.

દવાખાને જતા અકસ્માતમા ઇજા થઈ
ધાનપુર તાલુકાના નવાનગર બાટણપુર ગામને સંજયભાઇ નવલાભાઇ બામણીયાને પેટમાં દુખતું હોવાથી તેના કાકાની જીજે-20-બીએ-8190 નંબરની મોટર સાયકલ ઉપર કાકાના છોકરાને લઇને ગાંગરડી ગામે દવા કરાવવા ગયા હતા. પરંતુ દવાખાનું બંધ હોવાથી બન્ને જણા પરત આવતા હતા. તે દરમિયાન ભરસડા ગામે તોરણ મહુડી આગળ સામેથી આવતી જીજે-3-એફક્યુ-0342 નંબરની મોટર સાયકલના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અકસ્માત કરતાં બન્ને બાઇક રોડ ઉપર પડી હતી. જેમાં સંજય બામણીયાને હાથના કાંડાના ઉપરના ભાગે ફ્રેક્ચર થયું હતું તેમજ અંગુઠાનો ભાગ ઉતરી ગયો હતો. તેમજ શરીરે ઓછી વત્તી ઇજાઓ થઇ હતી. તેમજ અકસ્માત કરનાર બાઇક ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બન્ને બાઇક ચાલકોને 108 દ્વારા દાહોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સંદર્ભે સંજય બામણીયાએ અકસ્માત કરનાર બાઇક ચાલક સામે ગરબાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બે બાઈક અથડાતા અકસ્માત થયો
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપળીયા ગામના વિનોદભાઇ સોમાભાઇ નીનામા તા.10મીના રોજ સાંજના સમયે દુકાનેથી-0133 નંબરની મોટર સાયકલ લઇને ઘરે જતા હતા. તે દરમિયાન ડુંગરી ગામે જતાં જીજે-23-જે-5958 નંબરની મોટર સાયકલના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અકસ્માત કરતાં વિનોદભાઇ નીનામાને ડાબા પગના ઢીચણના ભાગે તથા માથામાં તેમજ અકસ્માત કરનાર ચાલકને પણ ઇજા થઇ હતી. અકસ્માત સર્જાતા બુમાબુમ થતાં આજુબાજુમાંથી લોકો ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સંદર્ભે વિનોદભાઇ સોમાભાઇ નીનામાએ અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

Previous Post Next Post