Wednesday, May 3, 2023

સંજાલી ગામના હોળી ચકલા ખાતે મિત્રએ જ મિત્રને પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો | A friend stoned a friend to death at Holi Chakala in Sanjali village | Times Of Ahmedabad

ભરૂચ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાનોલી પોલીસ મથક ખાતે નોંધાયેલ ફરિયાદ અનુસાર સંજાલી ગામના હોળી ચકલામાં વાતચીત દરમિયાન માથાકૂટ થતા એક ઇસમે આધેડની પથ્થર મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. મૂળ યુપીના અને અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના હોળી ચકલા ખાતે ભાડાના મકાનમાં રહેતા શીલાદેવી રામઆસરે બિંદના પતિ સાથે નજીકમાં રહેતા ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદ વચ્ચે વાતચીત દરમિયાન માથાકૂટ થતા ઝઘડો થયો હતો આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા ભોલાકુમાર પ્રસાદે રામઆસરે બિંદને માથાના ભાગે પથ્થર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઇ ગયો હતો.

જ્યારે ગંભીર ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક ખરોડની વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે રામઆસરે મુન્નીલાલ બિંદને મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે પાનોલી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.