વડોદરા રાવપુરા પોલીસ મથક સામે દારૂના નમૂના વાળી FSLની વાન દુકાનમાં ઘુસી જતા અફરા તફરી | In front of Vadodara Raopura police station, FSL van with liquor sample rammed into the shop. | Times Of Ahmedabad

7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
રોડ ઉપર પાર્ક કરેલી FSLની વાન દુકાનમાં ઘૂસી ગઇ - Divya Bhaskar

રોડ ઉપર પાર્ક કરેલી FSLની વાન દુકાનમાં ઘૂસી ગઇ

શહેરના કોઠી ચાર રસ્તા નજીક મુખ્ય માર્ગ પાસે પાર્ક કરાયેલી એફ.એસ.એલ વાન એકાએક ગગાડતા રાવપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલ કપડાની દુકાનમાં ઘૂસી ગઇ હતી. ચાલક વગરની FSLની વાન દુકાનમાં ઘૂસી જતા અફરા-તફરી મચી ગઇ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી. ચાલક વગરની દુકાનમાં ઘૂસી ગયેલી વાનના CCTV વાયરલ થયા હતા.

FSLઓફિસમાં ગયા હતા
મળેલી માહિતી પ્રમાણે શહેરના કોઠી ચાર વિસ્તારમાં રાવપુરા પોલીસ મથકની પાછળના ભાગમાં દેશી અને ભારતીય બનાવટના શરાબના પરીક્ષણ માટેની કચેરી આવેલી છે. આ કચેરીમાં વડોદરા શહેર-જિલ્લા સહિત અન્ય પોલીસ વિભાગમાં પકડાતા દારુના નમૂના ચકાસણી માટે આવતા હોય છે. આજે પણ એક પોલીસ મથકના પોલીસ જવાન દારુના નમૂના FSL વાનમાં લઇને આવ્યો હતો.

વાન ચાલક પણ ચોંકી ઉઠ્યો

વાન ચાલક પણ ચોંકી ઉઠ્યો

વાન ઢાળ પર મૂકી હતી
FSLની વાનમાં દારુના નમૂના લઇને આવેલ ચાલક પોતાની વાન રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે પાર્ક કરીને ચાલતા દારુના નમૂના લઇને FSLની કચેરીમાં ગયો હતો. ચોવિસ કલાક વાહનોથી ધમધમતા રોડ ઉપર વાન પાર્ક કરીને ગયેલ વાન ચાલકે વાન ઢાળ ઉપર મૂકી હતી. દરમિયાન એકાએક વાન ગબડતી રાવપુરા પોલીસ મથક તરફ આવી હતી. અને રાવપુરા પોલીસ મથકની સામે આવેલા એક કપડાંના શોરૂમમાં ધડાકા સાથે ઘૂસી ગઇ હતી.

દુકાનના માલિકે રોષ ઠાલવ્યો

દુકાનના માલિકે રોષ ઠાલવ્યો

વાહન ચાલકો દૂર થઇ ગયા
ચાલક વગરની વાન ગબડતી રાવપુરા પોલીસ તરફ ધસી આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. પરંતુ, લોકો કંઇ વિચારે અને વાનને રોકવાનો પ્રયાસ કરે તે પહેલાં વાન કપડાંના શોરૂમમાં ધડાકાભેર ઘૂસી ગઇ હતી. ચાલક વગરની વાનને જોઇ વાનની આગના વાહન ચાલકો પણ પોતાના વાહનને સલામત ખેડી લીધા હતા. તે ઉપરાંત વાનની આગળ ચાલતા જતા લોકો પણ ખસી ગયા હતા.

ચાલક ઘટના સાંભળી ચોંકી ગયો
આજે બપોરના સમયે બનેલી આ ઘટનાને પગલે નાસભાગ મચી ગઇ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, કપડાંના શોરુમમાં કામ કરતા કર્મચારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, તેઓને પણ કોઇ ઇજા પહોંચી નથી. પરંતુ, શોરુમને નુકશાન થયું હતું. આ બનાવ બનતાજ અને લોકોના ટોળા એકઠા થતા ચાલક પોતાનું કામ પૂરું કરી આવ્યા બાદ તેને ઘટના વિષે જાણતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

યાંત્રિક ખામીના કારણે ઘટના
FSLની વાન ઢાળ ઉપરથી કેવી રીતે આગળ ધપી ગઇ તે અંગેની કોઇ માહિતી મળી નથી. પ્રાથમિક તપાસમાં FSLની વાનમાં યાંત્રિક ખામી સર્જાવાના કારણે ઘટના બની હોવાનું મનાય છે. આ ઘટનાના સી.સી. ટી.વી. સોશ્યલ મિડીયામાં ઝડપભેર વાયરલ થયા હતા. આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

Previous Post Next Post