ગોધરામાં G-20 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયા, જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના હેઠળ કુલ 1399માંથી 1217 વસાહતોનો સમાવેશ, ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ | Youth dialogue program held under G-20 in Godhra, 1217 out of total 1399 settlements covered under 'Nal Se Jal' scheme in the district, Natural Agriculture camp for farmers held | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Youth Dialogue Program Held Under G 20 In Godhra, 1217 Out Of Total 1399 Settlements Covered Under ‘Nal Se Jal’ Scheme In The District, Natural Agriculture Camp For Farmers Held

પંચમહાલ (ગોધરા)31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા તાલુકામાં G-20 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ વહીવટને પગલે દેશને G-20નું અધ્યક્ષસ્થાન મળ્યું છે. ત્યારે Y-20ના માધ્યમથી ગુજરાત તથા પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યના ગૃહ મંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

જિલ્લાના ગોધરા તાલુકા ખાતે પણ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગોધરા તાલુકાના વાલૈયા ખાતે નાયબ પોલીસ અધિક્ષક પરાક્રમશ્રી રાઠોડની ઉપસ્થિતિમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા યુવાઓની સમાજમાં ભૂમિકા, આરોગ્ય તેમજ રમત ગમત વિષયો પર જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ યુવા સંવાદ તકે જિલ્લા પંચાયત દંડક અરવિંદસિંહ પરમાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પ્રેમિલા પરમાર, પૂર્વ ઉપપ્રમુખ ગોપાલ પટેલ, તાલુકા પંચાયતના સદસ્યો,સરપંચ સહિત જિલ્લા અને તાલુકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના હેઠળ કુલ 1399માંથી 1217 વસાહતોનો સમાવેશ…
વડાપ્રધાનના ‘નલ સે જલ’ યોજના હેઠળ ગુજરાતના છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં 631 ગામ અને 769 ફળીયા મળી કુલ 1399 વસાહતો આવેલી છે. જે પૈકી નલ સે જલ યોજના અંતર્ગત 1217 વસાહતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 182 વસાહતોની આ યોજના પૂર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નલ સે જલ યોજના અંતર્ગત કુલ ૧૨૧૭ વસાહતો પૈકી ૯૯૦ વસાહતોમાં યોજના કાર્યરત છે.

આ સિવાય 95 વસાહતોની યોજનાઓ ઓપરેટરના કારણે, 93 વસાહતો વીજ જોડાણના કારણે, 9 વસાહતોમાં જુથ યોજના પાણી અનિયમીત મળવાને કારણે, 30 વસાહતોમાં પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે કાર્યરત નથી. જ્યારે બાકી રહેતી 182 લવસાહતોમાં સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે બનતી ત્વરાએ પૂર્ણ કરાશે. મોટાભાગની કામગીરી જે તે ગ્રામ પંચાયતની પાણી સમિતિ દ્વારા જ કરવામાં આવી છે તેમ, પાણી પુરવઠા બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના 87 ગામ અને 116 ફળીયા એમ કુલ 203 વસાહતો પૈકી 104 વસાહતોમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે ઓપરેટરના કારણે 49 વસાહતો, વીજ જોડાણના કારણે 10 વસાહતો, પંપીંગ મશીનરીના કારણે 7 વસાહતો, પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે 15 વસાહતો અને પાઈપ લાઈનના કારણે 18 વસાહતોમાં આ યોજના કાર્યરત નથી તેમ, બોર્ડની યાદીમાં જણાવાયું છે.

ખેતીવાડી અને આત્મા પ્રોજેકટ, પંચમહાલના સંયુક્ત ઉપક્રમે ગોધરા તાલુકા ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ…
આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ – 2023 અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી અને આત્મા પ્રોજેકટ, પંચમહાલના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકા ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગતરોજ ગોધરા તાલુકાના ગઢ- ચુંદડી ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરાયું હતું.

આ તાલીમમાં ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ, મિલેટ પાકો, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના,સરકારની ચાલતી વિવિધ યોજનાઓ, પર્યાવરણની સુરક્ષા,જમીનની ફળદ્રુપતા તથા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત, બીજામૃત, વાફ્સા, આચ્છાદન (મલ્ચીંગ) અને મિશ્રપાક પધ્ધતિ જેવા વિવિધ વિષયો આવરી લઇ તબક્કાવાર માહિતી તાલીમમાં આપવામાં આવી હતી. તાલીમની સાથે જીવામૃત અને બીજામૃત બનાવવા અને તેનો ઉપયોગ કરવાની રીત અંગે પ્રેકટીકલ પણ કરાયું હતું.

આ તકે આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર પી.એસ.પટેલ, વિવિધ સબંધીત અધિકારીઓ,કર્મચારીઓ, માસ્ટર ટ્રેનર સહિત ગામના સરપંચઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post