અમદાવાદની GCS હોસ્પિટલે 150થી વધુ લોકોને કેવી રીતે હાથને સ્વચ્છ રાખવા તે માટેના 7 સ્ટેપ સમજાવ્યા | GCS Hospital Ahmedabad explained 7 steps to keep hands clean to more than 150 people | Times Of Ahmedabad

અમદાવાદ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જીસીએસ હોસ્પિટલ અને વેસ્ટર્ન રેલ્વે સ્વાસ્થય કેન્દ્રના સહયોગથી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી કાલુપુર રેલ્વેસ્ટેશન પર કરવામાં આવી. વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ દર વર્ષે 5 મેના રોજ ઉજવવામાં આવે છે.

ઓછા 20 સેકન્ડ માટે સાબુ અને પાણીથી હાથ ધોવા
આજે, વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ પર, જીસીએસ હોસ્પિટલ દ્વારા રોગોના ફેલાવાને રોકવા માટે આપણા હાથને સ્વચ્છ રાખવાનું શું મહત્વ છે તે સમજાવામાં આવ્યું. જેમાં ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી જંતુઓને મારવામાં અને ચેપનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.

હાથની સ્વચ્છતાને આપણી દિનચર્યાનો એક ભાગ
નિયમિત હાથની સ્વચ્છતા આપણને ફલૂ, સામાન્ય શરદી અને ખોરાકજન્ય રોગોથી બચાવે છે. હાથની સ્વચ્છતાને આપણી દિનચર્યાનો એક ભાગ બનાવવી જરૂરી છે, ખાસ કરીને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, જમતા પહેલા અને જાહેર સ્થળોએ ગયા પછી.

હાથને સ્વચ્છ રાખવા માટેના 7 સ્ટેપ સમજાવ્યા
જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા હાથની સ્વચ્છતા માટે કાલુપુર રેલ્વે સ્ટેશન પર 150થી વધુ લોકોને કેવી રીતે હાથને સ્વચ્છ રાખવા માટેના 7 સ્ટેપ સમજાવ્યા જેમાં કુલી, રેલ્વે કર્મચારી, રેલ્વે પોલીસ તેમજ મુસાફરોએ ભાગ લીધો. આ ઉપરાંત ભાગ લીધેલા લોકો પાસે હાથની સ્વછતા માટે સંકલ્પ કરાવ્યો. યાદ રાખો, સ્વચ્છ હાથ જીવન બચાવે છે!

લોકોની નજીવા દરે નિદાનથી લઇ સારવાર
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

Previous Post Next Post