Sunday, May 7, 2023

આંકલાવ ભાનપુરા નજીક મહીસાગર નદીમાં યુવતીનો મૃતદેહ મળ્યો, લાશ ફોગાઈ ગઇ હોઈ ઓળખ મુશ્કેલ બની | Girl's body found in Mahisagar river near Bhanpura enclave, body burnt, identification difficult | Times Of Ahmedabad

આણંદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

આંકલાવ તાલુકાના ભાનપુરા ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાંથી એક યુવતીની લાશ તણાઈ આવી હતી. આ ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાં. આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક તરવૈયાની મદદથી યુવતીની લાશ પાણીમાંથી બહાર કાઢી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આંકલાવ તાલુકાના ભાનપુરા ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદી માંથી રવિવાર સવારના દશેક વાગ્યાના સમયે એક અજાણી 35 વર્ષની આસપાસની ઉંમરની યુવતીની લાશ તણાઈ આવી હતી.જેને લઇ લોકટોળું એકઠું થયું હતું અને પોલીસને જાણ કરી હતી.

મહત્વનું છે કે સ્થાનિકોએ આ બાબતની જાણ આંકલાવ પોલીસ મથકે કરતાં પોલીસની ટીમ ભાનપુરા મહીસાગર નદીના કિનારે પહોંચી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાની મદદથી યુવતી ની લાશ બહાર કાઢી જરૂરી કાર્યવાહી કરી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ અંગે આંકલાવ પોલીસે અપમૃત્યુ નોઘ દાખલ કરી યુવતીના વાલી વારસોની શોધખોળ આરંભી છે. પોલીસના જણાવ્યા મુજબ યુવતીની લાશ પાણીના કારણે ફોગાઈ ગઈ હોવાથી તેણીની ઓળખ કરવી મુશ્કેલ છે. હાલ તો પોલીસે તેણીની એ પહેરેલા કપડાંના આધારે શોધખોળ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.