મહિસાગર (લુણાવાડા)3 કલાક પહેલા
- કૉપી લિંક
આજે મહીસાગર જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો સર્જાયો છે. આકાશમાં વાદળો ઘેરાયા હતા અને પવન ફૂંકાવવાના શરૂ થાય હતા. જે બાદ સાંજના સમયે જિલ્લામાં આવેલા ગુજરાત રાજસ્થાન સરહદીય વિસ્તારમાં અચનાક ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે હાલ લગ્ન સરાની સિઝન ચાલી રહી છે અને કેટલીક જગ્યાઓ પર લગ્ન પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે લગ્ન પ્રસંગમાં ભંગ પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં કડાણા તાલુકાના સરહદી વિસ્તારમાં ભારે પવન ફૂંકાયા હતા. જેના કારણે લગ્ન પ્રસંગ માટે બાંધેલા મંડપ પણ ઉડવાની ઘટના સામે આવી છે. કડાણા તાલુકાના ગોધર, કરવાઈ, મોટીરાઠ સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાયા હતા. ગોધર ગામે લગ્ન પ્રસંગ માટે બાંધેલ મંડપ ઉડવાની ઘટના સામે આવી છે. એક તરફ લોકો લગ્નની મજા માણી રહ્યા હતા. તેજ સમયે અચાનક ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યા હતા અને લગ્ન પ્રસંગમાં ભંગ પડ્યો હતો. મંડપ ઉડવાની ઘટનાને લઈ લોકોમાં પણ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકો સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.
વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અમદાવાદ, ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પણ વરસ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો અને સાંજના સમયે એકાએક ભારે પવન ફૂંકાયા હતા. ખાસ કરીને જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તારમાં પવન વધુ જોવા મળ્યું હતું. તેમજ ખાનપુર પંથક અને તાલુકાના વિસ્તારોમાં પણ પવન ફૂંકાયા હતા. જેના કારણે લગ્ન પ્રસંગમાં મંડપ ઉડવાની ઘટના બની છે. સાથે ખુરશીઓ પણ પવન ફૂંકાતા આમ તેમ વેરવિખેર થઈ હતી. જેને લીધે મંડપ ડેકોરેશન માલિકને પણ નુકસાન પહોંચ્યું છે.