એકતાનગર ખાતે આયોજિત શિબિરમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સહભાગી થયા; કહ્યું- આત્મીયતાના ભાવ વિનાનું દાંપત્ય જીવન નિરર્થક, જીવનમાં સંતુષ્ટી મહત્ત્વનું પાસું | Governor of Maharashtra participated in the camp organized at Ektanagar; Said - Married life without intimacy is futile, satisfaction is an important aspect in life. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Governor Of Maharashtra Participated In The Camp Organized At Ektanagar; Said Married Life Without Intimacy Is Futile, Satisfaction Is An Important Aspect In Life.

નર્મદા (રાજપીપળા)24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સંસ્કૃતિ અને સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલના લગ્નજીવનને 55 વર્ષ પૂર્ણ થવાના અવસરે બચપન ઔર પચપન-અવસર ઔર ચુનોતીયા વિષયને કેન્દ્રમાં રાખીને યોજાયેલી બે દિવસીય ચિંતન શિબિરના બીજા દિવસે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશજી બૈસ તેમના ધર્મપત્ની રામબાઈ બૈસ સાથે આ શિબિરમાં હાજરી આપી હતી.

બે દિવસીય ચિંતન શિબિરના સમાપન સત્રને સંબોધતા મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશજી બૈસાએ જણાવ્યું કે, આપણા ભારત દેશને સમગ્ર વિશ્વમાં સંયુક્ત પરિવારની સંસ્કૃતિથી ઓળખવામાં આવે છે. લગ્ન જીવનમાં સમર્પણની ભાવના એ મહત્ત્વનું પાસું છે. સંયુક્ત પરિવારમાં બાળકોમાં પરિવારની ભાવના પેદા થવી જોઈએ તેવો મૂળ વિચાર રહેલો હોય છે, પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. સંયુક્ત પરિવારમાં તમામ મુશ્કેલીઓ વ્યક્તિગત નહીં પણ સમગ્ર પરિવારની મુશ્કેલી તરીકે ગણાવાતી હતી.

તેની સામે હવે 99ને 100 કરવાની લડાઈમાં પરિવારો વિખુટા પડી રહ્યા છે અને આર્થિક પાછળની દોડમાં એકબીજાની કિંમત કરી પૈસાને જ સર્વસ્વ ગણાવીને પરિવારો વિભાજીત થઈ રહ્યા છે. ગરીબ પરિવારોને જે આનંદની અનુભૂતિ થાય છે તેવી પૈસાદાર લોકોને નથી થતી. વિદેશના લોકો શાંતિની શોધમાં ભારત તરફ આવી રહ્યાં છે અને આપણે વિદેશોમાં જઈ રહ્યા છીએ. ત્યારે દાંપત્યજીવનને અર્થપૂર્ણ બનાવવા માટે આત્મીયતાની ભાવના એક મહત્ત્વનું પાસું છે. દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે આત્મીયતાની ભાવના કેળવાય અને જીવનમાં સંતુષ્ટીનો ભાવ જળવાઈ તો જ સાચું જીવન કહી શકાય તેમ કહી વિવિધ દ્રષ્ટાંતો સાથે રાજ્યપાલ એ દાંપત્યજીવનના મૂલ્યોને સમજાવ્યા હતા.

આ ચિંતન શિબિરના સમાપન સત્રમાં જાણીતા લેખક-કોલમિસ્ટ અને મોટિવેશનલ સ્પીકર નંદિતેશ નિલે, પોતાના લગ્ન જીવનની 55 વર્ષની સફર પૂર્ણ કરી ચૂકેલા 55 દંપતિ અને નવપરિણીત 55 યુગલો શિબિરમાં જોડાયા હતા. આ બે દિવસીય શિબિરમાં યુએસ, કેનેડા, ઈંગ્લેન્ડ, ઈન્ડોનેશિયા સહિતના દેશોમાંથી પણ દંપતિ જોડાયા હતા. આ અવસરે મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા લિખિત “એક સફર હમ સફર” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 2 દિવસમાં 4 જેટલા સેશનમાં અલગ અલગ વિષયો પર ચિંતન-મનન કરવામાં આવ્યું હતું.

Previous Post Next Post