કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં જીત મેળવવા બદલ મહીસાગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી; ફટાકડા ફોડી આતશબાજી કરાઈ | Grand celebrations in Mahisagar for Congress victory in Karnataka; Firecrackers were burst | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

કર્ણાટકમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. ત્યારે કોંગ્રેસે બહુમતી સાથે સીટો જીતી છે. અત્યાર અત્યાર સુધી કોંગ્રેસે 130થી વધુ સીટો પર વિજય મેળવ્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 60થી વધુ તો JDSના ફાળે 19 અને અન્યના ફાળે 4 બેઠક આવી છે. આમ મોટાભાગની બેઠકોનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જ્યારે અમુક સીટોનું પરિણામની ગણતરી હાલ ચાલુ છે. તેવામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી જોવાઇ રહી છે. ત્યારે સમગ્ર જગ્યાઓ પર કોંગ્રેસ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કર્ણાટક કોંગ્રેસ જીતની ઉજવણી કરવામાં આવી છે. જેમાં સંતરામપુર અને લુણાવાડા શહેર ખાતે કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે.

સંતરામપુર શહેરમાં કોંગ્રેસ દ્વારા વિજયની ઉજવણી…
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આજે પરીણામ જાહેર થયું છે. ત્યારે કોંગ્રેસનો બહુમતથી વિજય થતા સંતરામપુર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર શહેરના પ્રતાપપુરા વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે રામ ધૂન કરવામાં આવી હતી. ત્યારબાદ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતરામપુરનાં માજી ધારાસભ્ય જી.એમ. ડામોર, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ બાબુ પંચાલ, માજી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ હરજીવન પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિપેશ પ્રજાપતિ, સેવાદળનાં ઉપ પ્રમુખ લક્ષ્મણ ખાંટ, ST સેલનાં સના તાવિયાડ, મહીલા કોંગ્રેસનાં કાર્યકરો સંતરામપુર નગરપાલીકા સભ્ય સહિતના ઉપસ્થિત રહી ફટાકડા ફોડી રામ ધૂન કરી ઉજવણી કરી હતી.

લુણાવાડા ચાર રસ્તા ખાતે એક બીજાને મીઠાઈ ખવડાવી…
લુણાવાડા શહેરના મુખ્ય ચાર રસ્તા ખાતે જિલ્લા તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આજે કર્ણાટકમાં કોંગ્રેસની જીતની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના નારા લગાવ્યા હતા. તેમજ બજરંગ બલીની જય બોલાવી એક બીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. જેમાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલ, લુણાવાડા શહેર પ્રમુખ હરીશ સાદીજા, ખાનપુર તાલુકા પ્રમુખ પી.કે. ડામોર માઈનોરિટીના પ્રદેશ મહામંત્રી ફઝલ, કિશન મોરચા પ્રમુખ હર્ષદ પટેલ તેમજ જિલ્લા પંચાયત સભ્ય, એસ.સી. સેલના ચેરમેન, યુથ પ્રમુખ, માજી કોર્પોરેટરો, મહિલા કાર્યકર, શહેર તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ એક બીજાને મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી.

Previous Post Next Post