Wednesday, May 31, 2023

મોરબીની પરિણીતાને પતિ સહિત સાસરિયાનો ત્રાસ; માર મારતા હોવાની પરિણીતાએ ફરિયાદ નોંધાવી | Harassment of Morbi's wife by in-laws including husband; The wife filed a complaint of beating | Times Of Ahmedabad

મોરબી7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ ત્રાસ આપતા હોય, તેમજ માર મારતા હોવાની પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીના રહેવાસી અને હાલ મહાવીરસોસાયટી ઋષભનગર મોરબી 2માં રહેતા માનસી પીયુષ મલ્લી (ઉ.વ.24) આરોપી પીયુષ મલ્લી, રમેશ મલ્લી, બીના મલ્લી અને પ્રિયા મલ્લી રહે બધા મોરબી વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બે વર્ષ પહેલા રમેશના દીકરા પીયુષ મલ્લી સાથે લગ્ન થયા હતા. જ્યાં સાસરીયાએ નાની નાની બાબતમાં તેમજ ઘરકામ બાબતે ઝઘડો કરી મેણા ટોણા મારી હેરાન પરેશાન કરી દુખ ત્રાસ આપવા લાગ્યા હતા. ફરિયાદીના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય જેથી પતિ સાથે ઝઘડા થતા હતા.

તેમજ સાસરીયાપક્ષ વાળાએ તું માવતરથી કરિયાવર ઓછું લાવી છે, તને ઘરમાંથી કાઢી મુકવી છે. કહીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતી. તેમજ ક્યાંય બહાર પણ જવા દેતા ન હતા. જે મારપીટ કરતા પિતાને વાત કરી હતી. મોરબી મહિલા પોલીસ સ્ટેશને આરોપી પતિ સહિતના સાસરીયા વિરુદ્ધ કરિયાવર બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.