ઘરેથી કોઈને કહ્યા વગર નીકળેલા હારીજના યુવાને કુરેજા નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું | A Harij youth who left home without telling anyone jumped into the main canal of Narmada near Kureja and died. | Times Of Ahmedabad
પાટણ35 મિનિટ પહેલા
- કૉપી લિંક
હારીજના ધૂણીયા વિસ્તારમાં રહેતા પરિવારનો 22 વર્ષિય યુવાન ધરેથી કહ્યાં વગર ચાલ્યો ગયો હતો. જેથી તેની શોધખોળ હાથ ધરાતા તેની લાશ મળી આવી હતી. કુરેજા કેનાલ પરથી મોબાઈલ અને પોકેટ મળી આવતાં પાટણ ફાયર બ્રિગેડની ટીમે મૃતકની લાશને બહાર કાઢી હારીજ પીએમ અર્થે મોક્લી આપવામાં આવી હતી. પીએમ બાદ મૃતકની લાશને પરિવારજનોને સોપવામાં આવી હતી.
હારીજ શહેરના ધૂણીયા વિસ્તારમાં રહેતા કાળુજી મેવાજી ઠાકોરનો પુત્ર અરવિદ ઠાકોર સોમવારે સવારના સમયે ઘરેથી કહ્યાં વગર ચાલ્યો ગયો હતો. જે બપોરે પણ ધરે નહીં આવતાં શોધખોળ હાથ ધરી હતી. અને મોબાઈલ પણ બંધ આવતાં હતો, જેને લઈ પરિવારજનોએ હારીજ પોલીસને યુવક ગુમ થયો હોવાની જાણ કરી હતી. કેનાલ પરથી યુવકનો મોબાઈલ અને પગરખાં સાથે પોકેટ મળી આવવાની ખબર પરિવારજનોને પડતાં તાબડતોડ કુરેજા કેનાલ પર પહોંચ્યાં હતા.
જે મોબાઈલ, પગરખાં તથા પોકેટ યુવકના હોવાનું જણાતાં કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી. પરતું સાંજ સુધી શોધવાથી કોઈ ભાળ નહીં મળતાં મામલતદાર હારીજને જાણ કરવામાં આવી હતી. સોમવારની રાત્રે મોડું થઈ જતાં મામલતદાર દ્વારા મંગળવારના રોજ વહેલી સવારે પાટણ ડિઝાસ્ટરમાં જાણ કરવામાં આવી હતી. જેને લઈ સવારે પાટણ ફાયર બ્રિગેડની ટીમે 5 કલાકની જહેમત બાદ મૃતક યુવાનની લાશને શોધવામાં સફળતાં મળી હતી. લાશ મળતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. લાશને હારીજ રેફરલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. પીએમ બાદ મૃતક યુવાનની લાશને પરિવારને સોંપવામાં આવી હતી.
Post a Comment