વારસાઈની ખોટી એન્ટ્રી કેમ કરો છો કહી અરજદારે હુમલો કર્યો, તલાટીને હાથે ફેક્ચર, પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી | He attacked the petitioner saying why are you making a wrong entry of inheritance, he beat up the invoice by hand, the police registered a complaint and took action. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • He Attacked The Petitioner Saying Why Are You Making A Wrong Entry Of Inheritance, He Beat Up The Invoice By Hand, The Police Registered A Complaint And Took Action.

મહિસાગર (લુણાવાડા)16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના કડાણા મામલતદાર કચેરી ખાતે રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા વિજય સોમાભાઈ પરમાર પર હુમલાની ઘટના બની છે. તલાટી પોતાની ફરજ દરમિયાન સરકારી કામકાજ અર્થે દીવડા ચોકડી નજીક આવેલા કિરણ ઝેરોક્ષ સેન્ટર પર ઝેરોક્ષ કઢાવવા જતા હતા. તે વખતે સરકારી કામમાં રુકાવટ કરી ભરત હજુરી દ્વારા તેઓના સંબંધીએ આગાઉ જમીનમાં વરસાઈ કરાવેલી હતી. જેની અદાવત રાખી ખોટી સહી કેમ કરે છે તેમ કહી તલાટીને મોઢાના ભાગે લાફો મારી અને ઝપાઝપી કરી અને ડાબા હાથની આગળી પર ઇજાઓ પહોંચાડી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તલાટીને ઇજા પહોંચતા કડાણા સરકારી દવાખાના ખાતે સારવાર કરાવી વધુ સારવાર માટે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સમગ્ર મામલે કડાણા પોલીસ મથકે પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

‘ખોટી સહીઓ કેમ કરેલી છે તેમ કહી જીવલેણ હુમલો કર્યો’
દિવ્ય ભાસ્કર દ્વારા તલાટીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, હું રેવન્યુ તલાટી તરીકે કડાણા મામલતદાર ઓફિસમાં ફરજ બજાવું છું, થોડા સમય આગાઉ અમે હુમલો કરનાર ભરત લક્ષ્મણભાઈ હજુરીના સબંધીને વરસાઈના કાગળો તૈયાર કરી આપ્યા હતા અને તે દ્વારા મામલતદાર કચેરી ઇ-ધારા ખાતે કાચી નોંધ દાખલ થયેલ હતી. કાલે સાંજે 4 વાગ્યાની આસપાસ અમો ઓફિસના કામે દીવડા મુકામે ગયેલા હતા ત્યાં સ્ટેટ બેન્કની સામે અમારી બાઇક ઉભી રાખી હતી અને અચાનક હૂમલો કરનાર આરોપી ભરત લક્ષ્મણભાઇ હજુરી અચાનક ત્યાં આવી ગયો અને આ વરસાઈના કાગળો અમે કરી આપેલાં એ બાબતની અદાવત રાખી, ખોટી સહીઓ કેમ કરેલી છે તેમ કહી મારી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને મારા ડાબા હાથની આંગળી ઉપર ફ્રેક્ચર થયેલો છે. જેમાં તેઓ દ્વારા ગંભીર ઇજા થયેલી છે.
આ અંગે આપે પોલીસ ફરિયાદ કરી છે ? તેવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ અંગે અમે મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર સાહેબને જાણ કરેલી છે અને ત્યારબાદ સરકારી દવાખાના કડાણા સારવાર કરાવીને PI કડાણાને લેખિતમાં ફરિયાદ આપી છે.

મામલતદારે આરીપીની વાંધા અરજી નામંજુર કરી
સામે વાળાને ખોટું થયું તેવું લાગ્યું નથી વરસાઈની કાચી નોંધ દાખલ થયા પછી તેણે મામલતદારને વાંધા અરજી આપી હતી. અમોએ જે કાગળ તૈયાર કરી આપેલા હતા જે કાયદેસરની કામગીરી હોય મામલતદારે આરીપીની વાંધા અરજી નામંજુર કરી હતી.

‘ફરજના ભાગરૂપે કામગીરી કરી’
આરોપીએ એવી અદાવત રાખી કે તલાટીએ કાગળ કેમ કરી આપ્યા, જો આ કાગળ જ ન થયા હોત તો આ જમીનમાં આ લોકોના નામ દાખલ ન થતા, પરંતુ અમારે અમારી ફરજના ભાગરૂપે અરજદાર અમારી પાસે આવે તો અમારે કાગળ કરી આપવાના હોય છે.

Previous Post Next Post