- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- The Hearing Of The Royal Family’s Multi crore Property Dispute Case Before The Collector Will Be Decided Soon Or There Will Be Another Date
રાજકોટ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઠાકોર માંધાતાસિંહ અને બહેન અંબાલિકાદેવીની ફાઇલ તસવીર
રાજકોટના રાજવી પરિવારની કરોડોની મિલકત વિવાદ કેસની જિલ્લા કલેકટર પ્રભવ જોશી સમક્ષ સુનાવણી થઈ હતી. કલેકટર કચેરીએ યોજાયેલા રેવન્યુ અપીલના મેગા બોર્ડમાં લાંબા સમય બાદ આ કેસનું હિયરીંગ થયું હતું. રેવન્યુ અપીલના ગઈકાલે યોજાયેલા મેગા બોર્ડમાં બે સેશનમાં જુદા જુદા 58 કેસોની સુનાવણી હાથ થઈ હતી. જેમાં રાજવી પરિવારની કરોડોની મિલકત વિવાદ કેસનું પણ હિયરીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય આવશે કે વધુ એક તારીખ પડશે તે બાબત પર સૌની મીટ મંડાયેલી છે.
પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખ્યા હતા
રાજવી પરિવારમાં કરોડોની સ્થાવર જંગમ મિલકતનો વિવાદ ચાલી રહ્યો છે, મિલકત વહેંચણીના મામલે છેલ્લા લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. આ અંગેની કાયદાકીય લડત હવે અંતિમ તબક્કામાં આવી પહોંચી છે. રાજવી માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલકતની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હીતને નુકસાન કર્યાનાં આરોપ સાથે તેમના બહેન રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ કેસ કર્યો હતો. જેમાં સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી કરાઈ હતી. અને અંબાલિકાદેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખી અંબાલિકાદેવી તરફે ચુકાદો આપ્યો હતો.
જિલ્લા કલેકટર પ્રભવ જોશી
નામ કમી કરવાની જે નોંધ કરાવી હતી
ત્યારબાદ ઠાકોર માંધાતાસિંહે સરધાર અને માધાપરની મિલકતના હક્કપત્રકમાંથી બેન અંબાલિકાદેવીના નામ કમી કરવાની જે નોંધ કરાવી હતી તેને નામંજૂર કરાતા તેની સામે ઠાકોર માંધાતાસિંહ કલેકટરના અપીલ બોર્ડમાં જતા આ કેસમાં કલેકટર પ્રભવ જોશી સમક્ષ સુનાવણી થઈ હતી. જોકે આ સુનાવણી બાદ કલેક્ટર દ્વારા કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. ત્યારે આ મામલે કોઇ ચોક્કસ ચુકાદો આવે છે કે આ કેસના હિયરિંગ માટે વધુ કોઈ તારીખ કલેક્ટર દ્વારા આપવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.