Thursday, May 4, 2023

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ના લાઈફ સાયન્સના વિદ્યાર્થી પ્રતીક દેસાઈને સંશોધન કાર્ય માટે અમેરિકાની કોલોરાડો સ્ટેટ યુનિ. તરફથી રિસર્ચ ફેલોશિપ મળી | Hemchandracharya U.G. Prateek Desai, a life science student of the University of Colorado State University of America for research work. Received research fellowship from | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya U.G. Prateek Desai, A Life Science Student Of The University Of Colorado State University Of America For Research Work. Received Research Fellowship From

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવનનાં પ્રોફેસર ડૉ. નિશીથ ધારૈયાના માર્ગદર્શન હેઠળ PhD સંશોધન કરતા વિધાર્થી પ્રતિકકુમાર દેસાઈ કે જેઓ ગુજરાતમાં આવેલા બિન-આરક્ષિત જંગલોમાં રીંછની અવરજવર તથા તેની વર્તણુંક અને માનવ સાથેના ઘર્ષણ અંગેનું સંશોધન કરી રહ્યા છે. તેઓના આ સંશોધન કાર્ય માટે પ્રતિક દેસાઈ ને અમેરિકાની કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટી તરફથી રિસર્ચ ફેલોશિપ મળેલ છે. જે યુનિવર્સિટી માટે ગૌરવપ્રદ બાબત છે.

આ ઉપરાંત HNG યુનિવર્સિટી અને પોલેન્ડની વોર્સો યુનિવર્સિટી ઓફ લાઈફ સાયન્સ સાથે થયેલા સ્ટુડન્ટ અને ફેકલ્ટી એક્સચેન્જ અંગે ના MOU અંતર્ગત આપણી યુનિવર્સિટી માંથી લાઈફ સાયન્સ ભવન ની એક વિધાર્થિની વર્ષ 2019-20 માં સંશોધન કાર્ય અર્થે પોલેન્ડ ગયેલ ત્યાર બાદ ત્યાંની યુનિવર્સિટીની બે વિધાર્થિનીઓ જેઓને યુરોપની ઇરાસ્મસ ફેલોશિપ મળતાં તેઓ આપણી યુનિવર્સીટી ખાતે સંશોધન કાર્ય માટે આવશે અને તેઓ બે મહિના સુધી આપણી યુનિવર્સિટીમાં રહી તેઓનું સંશોધન કાર્ય ડૉ. નિશીથ ધારૈયાના માર્ગદર્શન હેઠળ કરશે.

આ પ્રકારના એક્સચેન્જ અને ફેલોશિપ પ્રોગ્રામ દ્વારા યુનિવર્સિટીને આંતર રાષ્ટ્રીય સ્તરે સંશોધન અને કોલોબરેશનની ઉજ્જવળ તકો પ્રાપ્ત થશે જેનો લાભ વિદ્યાર્થીઓને મળશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.