નવસારીમાં પણ હાઇ બીપીના દર્દીઓ વધ્યા | High BP patients also increased in Navsari | Times Of Ahmedabad

નવસારી4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • 40 વર્ષ ઉપરના અંદાજે 15- 20 ટકા લોકોમાં હાઈ બી પી જોવા મળે છે

17 મે હાઇપરટેન્શન દિવસ છે. આ દિવસે આ રોગ પ્રત્યે ધ્યાન દોરી તે અંગે સચેત રહેવા ઉપર ભાર મૂકવામાં આવે છે. ભારત દેશમાં જે રીતે હાઈ બી પી ના દર્દીઓ વધ્યા છે તેજ રીતે અહીંના નવસારીમાં પણ વધી રહ્યા છે. એક સમયે આ રોગ આધેડ યા વૃદ્ધનો કહેવતો હતો પણ હવે 50 વર્ષ નીચેની વયમાં પણ હાઈ બી પી જોવા મળી મળે છે.

નવસારીના જાણીતા તબીબ ડો મેહુલ ડેલિવાળા જણાવે છે કે, હાઇ બી પી થવાના અનેક કારણો છે જેમાં એક મહત્વનું કારણ માનસિક તણાવ પણ છે, જે હાલની લાઇફ સ્ટાઇલમાં કારણે છે. આ ઉપરાંત જ્યાં પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય, જંકફૂડ તમાકુનું સેવન વિગેરે પણ છે. 40 વર્ષથી વધુ વયના 15 – ટકા લોકોમાં હાઈ બી પી રહે છે. જોકે અગાઉ કરતા હવે આ અંગે અવરનેશ વધી છે.

નવસારીના અન્ય એક તબીબ ડો ગિરીશ વરિયા જણાવે છે કે, હવે તો 32-35 વર્ષની વયના યુવાનોમાં પણ હાઈ બી પી જોવા મળે છે. આ રોગ માટેના અનેક કારણો છે.વારસાગત પણ એક કારણ છે.અગાઉના 25 વર્ષ કરતા તેના દર્દીઓ હવે નવસારીમાં પણ વધ્યા છે.

દર્દીમાં જોવા મળતા લક્ષણો

  • બેચેનીનો અનુભવ થવો
  • ચક્કર આવવા
  • માથુ ભારે લાગવું
  • ધબકારામાં વધઘટ થવી
  • છાતીમાં ભાર લાગવો
  • કાનમાં તમરા બોલવા
  • પગમાં સોજા ચડી જવા વિગેરે

કાબૂમાં રાખવા આટલું કરવું જરૂરી

  • સમયસર દવા લેવી જોઇએ
  • કસરત કરવી જોઇએ
  • ભોજનમાં મીઠાનું પ્રમાણ ખૂબ ઓછું રાખવુ જોઇએ
  • નિયમીત પ્રેશર ચેક કરાવવું જરૂરી છે
  • ધૂમ્રપાન કરવું ન જોઇએ અને કરતા હોય તો છોડી દેવું જોઇએ
  • આહારની ટેવમાં પરિવર્તન લાવવું જરૂરી જેમાં તેલ, ઘી, ચીઝ, બટર જેવા પદાર્થો ખૂબ જ ઓછા લેવા
  • જંક ફૂડ બને તો ટાળવું
  • પ્રાણાયામ કરવા
  • વધુ પડતુ શરીરનું વજન મુશ્કેલી સર્જે છે જેથી વજન કાબૂમાં રાખવા તકેદારી રાખવી
  • ઉંઘ નિયમીત અને પૂરતા પ્રમાણમાં લેવી
  • ખોરાકમાં લીલા શાકભાજી અને ફળોનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો.

શરીર ઉપર થતી ગંભીર અસર
તજજ્ઞ તબીબોના જણાવ્યા અનુસાર હાઇપર ટેન્શનના કારણે આંખ ઉપર વિપરીત અસર થાય છે અને આંખનું હેમરેજ પણ થઇ શકે છે. સ્ટ્રોક આવી શકે છે અને સ્ટ્રોકના કારણે પેરાલીસીસ પણ થઇ શકે છે. કિડની ફેઇલ થવાની શક્યતા વધી જાય છે. હાર્ટ ઉપર વિપરીત અસર થઇ શકે છે. જેના કારણે હાર્ટ એટેક તથા હૃદયના અન્ય રોગ પણ થઇ શકે છે.

Previous Post Next Post