પોલીસ વિરુદ્ધ અવમાનનાની અરજી ટકવા પાત્ર ન હોવાનું હાઇકોર્ટનું અવલોકન, સિનિયર વકીલની પણ ઝાટકણી કાઢી | The High Court observed that the contempt petition against the police was prima facie not maintainable | Times Of Ahmedabad

2 કલાક પહેલા

  • કૉપી લિંક

ખેડામાં નવરાત્રી દરમિયાન ગરબામાં પથ્થરમારાની ઘટના બની હતી. જેના પડઘા આખા રાજ્યમાં પડ્યા હતા. ઘટનામાં પોલીસે નવ જેટલા આરોપીઓને પકડીને જાહેરમાં સજા કરી. આ આરોપીઓ લઘુમતી સમાજના હતા. ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે પણ પોલીસના આ વર્તનની નિંદા કરી હતી.

પોલીસ સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ
આરોપીઓને જાહેરમાં માર મારવો નહીં કે તેમનું સરઘસ કાઢવું નહિ તેવો હાઇકોર્ટનો નિર્દેશ છે. ત્યારે ખેડાની ઘટનાને લઈને પોલીસ સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે સિનિયર વકીલની પણ ઝાટકણી કાઢી
હાઇકોર્ટે આ પિટિશનમાં અવલોકન કર્યું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ વિરુદ્ધ અવમાનનાની અરજી ટકવા પાત્ર નથી. ગુજરાત હાઈકોર્ટે આરોપીઓ તરફથી હાજર થયેલા સિનિયર વકીલની પણ ઝાટકણી કાઢી હતી. વકીલને કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે તમે કઈ જોગવાઈ હેઠળ કંટેમ્પ્ટ અરજી કરી તેનો તમને ખ્યાલ નથી? તમે સિનિયર વકીલ છો તમારે સંશોધન સાથે હાજર થવુ જોઈએ.

ઉનાળુ વેકેશન બાદ વધુ સુનાવણી હાથ ધરાશે
આરોપીઓના વકીલે જવાબ રજૂ કરવા અડધા કલાકનો સમય માંગ્યો હતો. જે આપવાનો હાઈકોર્ટ દ્વારા ઈન્કાર કરાયો હતો. હવે આ કન્ટેમ્પટ અરજી પર ઉનાળુ વેકેશન બાદ વધુ સુનાવણી હાથ ધરાશે.

Previous Post Next Post