ભરૂચ5 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભરૂચમાં પ્રજા પર વેરાના ભારણનો વિરોધ કરવા પાંચબત્તી ભેગા થયેલા વિપક્ષને ધોળે દિવસે ચાલતી હાઈમાસ્ટનો વધુ એક મુદ્દો મળ્યો છે.
પાંચબત્તી ખાતે સોમવારે ભાજપ શાસિત પાલિકા દ્વારા દેવાનો ભાર લોકો પર નાખવા સૂચિત વેરા વધારો લાગુ કરવા સામે કોંગ્રેસે વિરોધ કાર્યકમ આપ્યો હતો. જોકે સવારે 10 કલાકે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ભેગા થતા જ તેમને વધુ એક મુદ્દો મળી ગયો હતો.
ધોળે દિવસે પાંચબત્તી હાઇમાસ્ટ ચાલુ હતી. વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ અને અન્ય કોંગી કોર્પોરેટરોએ આને શાસક ભાજપનો અણઘડ વહીવટ ગણાવ્યો હતો. શાસકોનું કોઈ આયોજન નહિ હોવાથી જ પ્રજાને લાઈટ બિલ નહિ ભરાતા અંધારા ઉલેચવા પડ્યા હતા. પાણી અને લાઈટનું પાલિકાના માથે કરોડોનું દેવું હોય જે ભારણ ઓછું કરવા શાસક ભાજપ પ્રજા પર વેરા વધારો ઝીંકી રહ્યું હોવાના આક્ષેપ કરાયા હતા.