ગાંધીનગર6 મિનિટ પહેલા
- કૉપી લિંક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શનિવારે તેઓ 11:30 વાગે દ્વારકાધીશના દર્શનથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. ત્યાર બાદ દ્વારિકામાં નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલિસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કરશે.
શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે
તે પછી તેઓ પોતાના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં એક નવી પહેલ અંતર્ગત બોરીજ ગામની પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને રમકડાંનું વિતરણ કરશે. જ્યારે સાંજે 6 વાગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓડિટોરિયમમાં ગાંધીનગર મહાનગરપાલિકાએ તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શાહ રાત્રે 8 વાગે ગાંધીનગર ઉત્તર વિધાનસભા આયોજિત ક્રિકેટ પ્રીમિયર લીગમાં ઉપસ્થિત રહેશે.
છારોડી ખાતે નિર્માણ પામેલા તળાવનું લોકાર્પણ કરશે
રવિવારે તેઓ અમદાવાદમાં 500 કરોડથી પણ વધુના જાહેર પ્રકલ્પો ખુલ્લા મુકશે. બપોરે તેઓ ચાંદખેડામાં GSRTCની નવીન 320 બસોનું લોકાર્પણ કરશે, ત્યારબાદ 1:15 વાગે ભાટ ખાતે અમુલ ફેડ ડેરી દ્વારા અત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ કરશે. નારણપુરામાં AMC દ્વારા નિર્મિત જીમ્નેશિયમ અને લાઈબ્રેરીનું તથા છારોડી ખાતે નિર્માણ પામેલા તળાવનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં તૈયાર થયેલા 2500 શહેરી આવાસોના ડ્રોમાં પણ તેઓ હાજર રહેશે.