જુનાગઢ21 મિનિટ પહેલા
- કૉપી લિંક
જુનાગઢ તળાવ દરવાજા વિસ્તાર થી રીક્ષામાં બેસી કાળવા ચોક જતા સુરેશભાઈ બાબુલાલ ઉનડકટ નામના વેપારી જ્યારે રિક્ષામાંથી ઉતર્યા બાદ તેની મકાનના દસ્તાવેજ ભરેલી થેલી ગુમ થઈ હતી જેને લઇ સુરેશભાઈ બાબુલાલ ઉનડકટ દ્વારા પોતાના કીમતી દસ્તાવેજ ભરેલી થેલી રિક્ષામાં ભૂલી ગયેલ છે અને જે મળવી મુશ્કેલ છે ત્યારે સુરેશભાઈ દ્વારા આ બાબતે નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ ને જાણ કરતા પીએસઆઇ દ્વારા જુનાગઢ નેત્રમ શાખાના સીસીટીવી કંટ્રોલરૂમ ખાતે રોડ પર અવરજવર કરનારી રીક્ષાઓના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા અને પો.હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, શીલ્પાબેન કટારીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા શહેરના અલગ અલગ માર્ગો પર જતી રીક્ષાઓના નંબરો બારીકાઈથી તપાસતા સુરેશભાઇ ઉનડકટ જે ઓટો રીક્ષામાં બેઠેલ તે ઓટો રીક્ષાના નં GJ 06 AT 8223 શોધી કાઢ્યા હતા.
ત્યારે રીક્ષા ચાલકને શોધી સુરેશભાઇ ઉનડકટના મકાનના ઓરીજીનલ દસ્તાવેજ હતા તેને સલામત પરત હતી. જુનાગઢ પોલીસ દ્વારા કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને સુરેશભાઇ ઉનડકટ દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે સાચે પોલીસ પ્રજાનો મિત્ર છે.