અમદાવાદથી અને મુંબઈથી જતા હજનાં પેકેજમાં મોટા તફાવતથી ગુજરાતના હાજીઓમાં ભારે રોષ | The huge difference in the Hajj packages from Ahmedabad and Mumbai has caused a lot of anger among the pilgrims of Gujarat | Times Of Ahmedabad

અમદાવાદ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગુજરાતના હાજીઓ પાસેથી રૂ.67,981 વધુ વસૂલાતા હોવાનો આક્ષેપ

ભારત સરકારે હજ માટે જાહેર કરેલ પેકેજમાં આ વર્ષે ગુજરાતના હાજીઓ પાસેથી અન્ય રાજ્યના હાજીઓની સરખામણીએ રૂ. 67,981 વધુ લેવાતા હોવાના આક્ષેપ કરાયા છે. આટલો વધારો કેવી રીતે અને ક્યા કારણોસર કરાયો છે તેના અંગે રવિવારે હજ કમિટિની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જોકે, આ મામલે કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં, હજ કમિટિના અધિકારીઓ દિલ્લી દોડી ગયા છે.

ગુજરાતના હાજીઓ પાસેથી વધુ રકમ લેવામાં આવી રહી
ગુજરાતમાંથી આ વખતે 9000 જેટલા હાજીઓ હજ યાત્રામાં જવાના છે. ગુજરાતના હાજીઓ પાસેથી એક હાજી દીઠ રૂ.3,72,824ની રકમ લેવામાં આવી રહી છે, જ્યારે મુંબઈથી હજ પઢવા જઈ રહેલા હાજીઓ પાસેથી રૂ.3,04, 843ની રકમ લેવામાં આવી રહી છે. આમ, ગુજરાત અને મુંબઈના હાજી પાસેથી લેવામાં આવેલી રકમ વચ્ચે રૂ. 67981નો તફાવત છે. આ રીતે, ભારત સરકાર દ્વારા ગુજરાતના હાજીઓ પાસેથી રૂ. 67,981 જેટલી રકમ વધુ લેવામાં આવી રહી છે. રાજ્યમાંથી હજ પઢવા જઈ રહેલા હાજીઓનો કુલ સરવાળો કરીએ તો આ રકમ રૂ.61 કરોડ જેટલી થાય છે.

આ એરલાઈન્સે નાદારી નોંધાવી દીધી
​​​​​​​​​​​​​​
ગો ફર્સ્ટ એરલાઈન્સને અમદાવાદ, નાગપુર, ઇન્દોર, ભોપાલ,શ્રીનગર, રાંચી, ગૌહાટી, વિજયવાડા, ઔરંગાબાદ અને ગયા ખાતેથી હાજીઓ જિદ્દાહ લઈ જવા-લાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. હવે આ એરલાઈન્સે નાદારી નોંધાવી દીધી છે, આ મુદ્દેેે નિર્ણય લેવા 10 મે બુધવારના રોજ સવારે 11 વાગે અમદાવાદ ખાતે ગુજરાતના હાજીઓ એકત્રિત થઈને નિર્ણય લેશે. શમશાદ પઠાણ, એડવોકેટ